GUJARAT

હવામાનની આગાહી પ્રમાણે વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાઈ, જાણો આજથી વરસાદ આવશે કે નહીં?

 399 Total Views

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવાના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે સૌરાષ્ટ્ર-કચ્છ પર છવાયેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ તરફ ફંટાઈ ગયું છે. જેના કારણે વરસાદનું જોર ઘટી જશે.

બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોને ભયમુક્ત કર્યા છે અને 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. તેમ છતાં વેલમાર્ક લો પ્રેશરની થોડીઘણી અસરના પગલે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પડેલા વરસાદમાં સીઝનનો 28 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારોમાં યથાવત રહેશે. આજથી વરસાદમાં ઘટાડો થશે. વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ તરફ ફંટાયું છે જેના કારણે જામનગર, દ્વારકા, કચ્છમાં લો પ્રેશરની અસર દેખાશે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર સર્જાઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ છે..જોકે અત્યાર સુધી મેઘરજાએ રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર પર હેત વરસાવ્યુ છે. તો સાથે જ કચ્છમાં પણ અત્યાર સુધી સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ સાથે મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.

જેમાં ખંભાળિયામાં સિઝનનો સૌથી વધુ 39.76 ઈંચ વરસાદ વરસ્યો છે..અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 6.49 ઈંચ વરસાદ વરસ્યો છે..જેમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 8.93 ઈંચ વરસાદ નોંધાયેલો છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં દરવર્ષે વધુ વરસાદ નોંધાય છે. પરંતુ આ વખતે અત્યાર સુધીની પરિસ્થિતિ તદ્દન અલગ છે.જેની ગણના વરસાદ માલમે રાજ્યનો કોરાધાકોર જિલ્લાઓમાં થાય છે..તે સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published.