GUJARAT

સ્ટેટ GSTના સૂત્રોના જણાવ્યાનુસાર, ઉંઝામાં બોગસ બિલિંગ કૌભાંડ કરીને કરચોરી કરનારાને ઝબ્બે કરવાની ઝૂંબેશના ભાગરૂપે સઘન તપાસ હાથ ધરવામાં આવી.

 1,745 Total Views

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સવર્સિ ટેક્સ(SGST) વિભાગે, ઉંઝામાં જીરા કોમોડિટીમાં રૂ. ૧૧૦ કરોડના બોગસ બિલિંગ અને રૂ. ૬.૩૧ કરોડની કરચોરી કૌભાંડમાં સંડોવાયેલ ત્રાજી આરોપી અમિત રમેશભાઈ પટેલ ઉર્ફે ટેમીની ધરપકડ કરવામાં આવી છે.

આમ બોગસ પેઢીઓ ઉભી કરીને ફક્ત ઈ- વે બિલ ઈસ્યુ કરીને માલસામાનની ડીલીવરી નહીં કરીને વ્યવહારો કરીને આચરવામાં આવેલા કૌભાંડમાં અત્યાર સુધીમાં સ્ટેટ GST વિભાગે ત્રીજા શખ્સની ધરપકડ કરી છે.

સ્ટેટ GSTના સૂત્રોના જણાવ્યાનુસાર, ઉંઝામાં બોગસ બિલિંગ કૌભાંડ કરીને કરચોરી કરનારાને ઝબ્બે કરવાની ઝૂંબેશના ભાગરૂપે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને આ હેતુસર પાડવામાં આવેલા દરોડા અને સઘન પૂછપરછ અને તપાસમાં વધુ આરોપીઓના નામ ખુલી રહ્યા છે.

ખેત મજૂરો, સામાન્ય નોકિરયાતો અને કોમોડિટી બજારમાં છૂટક મજૂરી કરનારાઓના નામ અને પુરાવાઓના દુરૂપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરીને તેમજ માલ સપ્લાયના બિલો ઈસ્યુકરીને ઈ- વે બિલ જનરેટ કરીને તેના આધારે માલ સ્પાલય કરીને ભરવાપાત્ર વેરાની રકમ નહીં ભરીને કરચોરી કરી હતી. આ પ્રકારે રૂ. ૧૧૦ કરોડના ઈ- વે બિલ જનરેટ કરીને રૂ. ૬.૩૧ કરોડની કરચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અમિત પટેલને સિવિલમાં દાખલ કરાયા

અમિત રમેશ પટેલ ઉર્ફે ટેમીની ધરપકડ કરતાં તેને ચક્કર આવ્યા હતા અને તબિયત બગડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.