Kheda (Anand)

બેક્ટેરિયાને 90 દિવસ દૂર રાખતું નાનોવા હાઈજીન નામનું લિક્વિડ લોન્ચ, વિદ્યાનગરના ઉદ્યોગપતિએ વૈજ્ઞાનિકોની મદદથી બનાવડાવ્યું.

 459 Total Views

હાલના કોરોનાની મહામારીને લઈને કારોના સંક્રમણ ઘરથી માંડીને ઓફિસ સહિત તમામ જગ્યાએ ફેલાઈ રહ્યું છે. ત્યારે તેનાથી બચવા માટે સૌથ કોઈ અવ-નવા ઉપાયો કરી રહ્યાં છે. પરંતુ સંક્રમણનો નાશ જોઈએ તેવો નથી તેને ધ્યાને લઈને વિઠ્ઠલ ઉદ્યોગનગરના સિદ્વાર્થ પટેલે ભારતના ત્રણ વૈજ્ઞાનિક ડો. સ્વપન ઘોષ, ડો.કે.રાજેશ કુમાર, અને ડો. ફેઝલ અંસારીની મદદથી નોન આલ્કોહોલીક નાનોવા હાઈજીન નામનું લીક્વીડ બજારમાં મુકી છે. જે કોઈ પણ સરફેશ પર લગાડવાથી 90 દિવસ સુધી કોઈ પણ પ્રકારના બેકેટરીયા કે, વાઈરસ જીવતાં રહેતાં નથી આ સાથે 500થી વધુ વખત પાણી કે અન્ય વસ્તુથી સાફ કરવા છતાં તે બેકેટેરીયા કે વાઈરસને નાસ કરતું રહે છે.

હાલમાં કોરોના સંક્રમણને લઈને સંક્રમણ અને વાયરસથી બચવા માટે લોકો સેનેટાઈઝનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ સેનેટાઈઝથી માત્ર થોડા સમય પુરતું વાયરસથી બચી શકાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી આત્મનિર્ભરની વાતને વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં ફેકટરી ચલાવતા સિદ્ધાર્થ પટેલે અમલમાં મુકી તેઓની ટીમ દ્વારા એન્ટીબેકટેરીયલ અને એન્ટીવાયરસની માટે નેનો કોટીંગની શોધ કરવામાં આવી છે. જે આ લીકવીડ ખાસ કરીને જ્યાં સ્પર્શ થતો હોય અથવા બેસવાનું હોય તેવી સરફેસ જગ્યાઓ લગાડવામાં આવે છે.

જેથી 90 દિવસ સુધી આ લીકવીડ લગાડેલી જગ્યાએ બેક્ટરીયા કે વાયરસ જીવી શકતો નથી તેમજ આ લીકવીડ પારદર્શક હોવાના કારણે જે કોઈને દેખાતું પણ નથી. તેમજ આ લીકવીડની કોઈ આડઅસર થતી નથી અને આ લીકવીડ લગાવ્યા પછી તે જગ્યાએ જાે કોઈ સ્પર્શ થઈ જાય તો પણ વાયરસ કે બેક્ટેરીયાની અસર થતી નથી. કોરોના સંક્રમણને રોકવા માટે અને વાયરસના નાસ માટે હાલમાં આ કેમીકલ ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published.