India

ચૂંટણી અગાઉ જ્યારે આખા બિહારમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઇ રહ્યા છે એવામાં કિશનગંજ જિલ્લામાં ફરી એક નિર્માણધીન પુલ તૂટી ગયો છે…

 434 Total Views

ચૂંટણી અગાઉ જ્યારે આખા બિહારમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઇ રહ્યા છે એવામાં કિશનગંજ જિલ્લામાં ફરી એક નિર્માણધીન પુલ તૂટી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન થવાનું હતું. કિશનગંજના દિઘલબેંક પ્રખંડના પથરઘટ્ટી પંચાયતના ગોઆબાડી ગામમાં કન્કઇ નદીના વરસાદી પ્રવાહમાં નિર્માણધીન પુલનો એક પાયો તણાણી ગયો. ત્યારબાદ જોત જોતામાં જ આખો પુલ તૂટી ગયો. આ પુલ બનીને સંપૂર્ણ તૈયાર હતો. માત્ર એપ્રોચ રોડ બનાવાનો બાકી હતો. માનવામાં આવતું હતું કે ચૂંટણી પહલાં તેનું ઉદ્ઘાટન થવાનું હતું.

આ પુલ બનાવવા માટે લગભગ 1.42 કરોડનો ખર્ચ થયો હતો. આ 26 મીટરનો સ્પૈનનો પુલ હતો. પુલ તૂટવાની ઘટના 16 સપ્ટેમ્બર એટલે કે મંગળવારની રાત્રે બની છે. કહેવામાં આવી રહ્યું છે કે સતત બે દિવસથી વરસાદને કારણે નદીનો પ્રવાહ બદલાઈ ગયો. પ્રવાહ એ વિસ્તારમાંથી નીકળ્યો જ્યાં બ્રિજનું નિર્માણ ચાલતું હતું.
પુલ નજીક 20-મીટરનું ડાયવર્ઝન બનાવવાનું હતું પરંતુ તે બનાવવામાં આવ્યું નથી. આને કારણે નદીનો પ્રવાહ ફરી ગયો અને પુલ તૂટી ગયો. જો ડાયવર્ઝન બનાવામાં આવ્યું હોત તો નદીનો પ્રવાહ બદલાત નહીં અને પુલ પડી ના જાત. પરંતુ પુલ તૂટ્યા બાદ કાટમાળ પાણીમાં તણાઇ ગયો.

ગોઆબાડી પુલ જે વિસ્તારમાં બનાવામાં આવી રહ્યો છે તે વિસ્તાર હાલમાં પૂરનો માર ઝીલી રહ્યું છે. આ વિસ્તાર કેટલાંય દિવસોથી પાણીમાં ડૂબેલો છે. કેટલાંય દિવસથી ચાલી રહેલા વરસાદના લીધે પથરઘટ્ટીની નજીક કનકઇ નદીનો તેજ પ્રવાહ થઇ ગયો અને આ પ્રવાહમાં પુલ તણાઇ ગયો. પુલ તણાઇ જતા આ આખો વિસ્તાર કોઇ ટાપૂ જેવો દેખાઇ રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે પુલનું બાંધકામ પૂરું થતા જ પુલનું ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ તે પહેલાં જ પુલ ધોવાઈ ગયો. તેના લીધે ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગામલોકોનો આરોપ છે કે પુલ બનાવવા બાબતે બેદરકારી દાખવવામાં આવી છે, તેના લીધે આ બનાવ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published.