711 Total Views
- રાફેલનું નેતૃત્વ વાયુસેનાના પ્રમુખ ભદૌરિયા કરશે, અંબાલા એરબેઝની આસપાસ સખત પહેરો; ડ્રોન કેમેરા પર પણ પ્રતિબંધ
- UAEના અલધફરા એરબેઝથી ઉડાન ભર્યા પછી ફાઈટર પ્લેન સીધા હરિયાણાના અંબાલા ખાતે આવેલા એરબેઝ પર લેન્ડિગ કરશે
અંબાલા. ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને પાંચ રાફેલ જેટ બુધવારે બપોરે લગભગ 3.15 કલાકે અંબાલા એરબેઝ પર ઉતર્યા છે. રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિગ કર્યું. પાંચેય રાફેલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયા.
#WATCH Haryana: Touchdown of Rafale fighter aircraft at Ambala airbase. Five jets have arrived from France to be inducted in Indian Air Force. (Source – Office of Defence Minister) pic.twitter.com/vq3YOBjQXu
— ANI (@ANI) July 29, 2020
રાફેલનું નેતૃત્વ વાયુસેના એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સહિત વેસ્ટર્ન એર કમાન્ડના ઘણા અધિકારીઓએ કર્યું. અંબાલા એરબેઝ પર 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન રાફેલની પહેલી સ્ક્વોડ્રન હશે. 22 વર્ષ પછી ભારતને 5 નવા ફાઈટર જેટ મળ્યા છે. આ પહેલા 1997માં ભારતને રશિયા પાસેથી સુખોઈ મળ્યા હતા.
રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલના લેન્ડિગના તરતપછી ટ્વિટ કરી લખ્યું કે, ભારતની જમીન પર રાફેલનું ઉતરવું સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે.
The Birds have landed safely in Ambala.
The touch down of Rafale combat aircrafts in India marks the beginning of a new era in our Military History.
These multirole aircrafts will revolutionise the capabilities of the @IAF_MCC.
— Rajnath Singh (@rajnathsingh) July 29, 2020
#WATCH: Five #Rafale jets in the Indian airspace, flanked by two Su-30MKIs (Source: Raksha Mantri's Office) pic.twitter.com/hCoybNQQOv
— ANI (@ANI) July 29, 2020
એરફોર્સનો પ્લાન-બી પણ તૈયાર છે
એરફોર્સે પ્લાન-બી તૈયાર કર્યો છે. જો હવામાન વધુ ખરાબ થશે તો અંબાલાની જગ્યાએ જોધપુર એરફોર્સ સ્ટેશન પર વિમાનને ઉતારવાની ચર્ચા છે. જો કે, રાફેલ કોઈ પણ હવામાનમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે, પરંતુ એરફોર્સ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા માંગતી નથી.
ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર આવશે. આપણી સરહદોના રખેવાળ અંબાલા એરબેઝ પર ઉતરશે. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનના એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. અણુ બોમ્બ લઈ જવાની શક્તિ ધરાવતું આ વિમાન દુનિયામાં એક માત્ર એવું ફાઈટર એરક્રાફ્ટ છે, જે 55 હજાર ફુટની ઊંચાઈથી પણ દુશ્મનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ શક્તિ આપણા પાડોશી પાકિસ્તાન અને ચીન બન્ને પાસે નથી. જે કહેવા માટે તો પાડોશી છે.. પણ નિયત હંમેશા દુશ્મનો જેવી રાખે છે.