GUJARAT

ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મનરેગા યોજના હેઠળ 41.37 કરોડના કામો મંજૂર કરાયા

 284 Total Views


માંગરોલ, દેગડીયા –ઉમરપાડા તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં મનરેગા યોજના હેઠળ 41.37 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

ઉમરપાડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ શારદાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ સભામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા તેમજ ચૂંટાયેલાં સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા મનરેગા યોજના હેઠળ તાલુકામાં 41.37 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી હતી જેથી આવનારાં દિવસોમાં તાલુકાના મહત્તમ ગામોમાં મનરેગા યોજના હેઠળ વિવિધ કામોનો પ્રારંભ કરવામાં આવશે,

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.