1,261 Total Views
– થોડા દિવસ પહેલા તો માત્ર 24 કલાકમાં જ ધરતી 10થી વધારે વખત ધ્રુજી હતી
નવી દિલ્હી, તા. 10 મે, 2021, સોમવાર
છેલ્લા 10 દિવસમાં ચોથી વખત આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે નગાંવ ખાતે ધરતીમાં કંપન થયું હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપની જાણ થતા જ લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
આસામમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા તો માત્ર 24 કલાકમાં જ ધરતી 10થી વધારે વખત ધ્રુજી હતી. નગાંવ ખાતે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા વધારે ન હોવાથી જાન-માલનું કોઈ ખાસ નુકસાન નથી નોંધાયું.
અગાઉ 7 મેના રોજ આસામમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પહેલા 3 અને 5 મેના રોજ પણ આસામમાં ભૂકંપ આવ્યો હતો.