733 Total Views
દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા અમેરિકી યુદ્ધાભ્યાસમાં યૂએસ નેવી અત્યંત શક્તિશાળી શક્તિપ્રદર્શન કરી રહી છે. ચીનની ધમકી બદ અમેરિકાના 11 ફાઈટર જેટ્સ એક સાથે સાઉથ ચાઈના સીના વિવાદિત વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. ચીન માત્ર ધમકી આપતુ રહી ગયું હતું અને અમેરિકાએ પોતાની તાકાત બતાવી દીધી હતી.
અમેરિકાની આ આક્રમક કાર્યવાહીથી ભડકેલા ચીનના ગ્લોબલ ટાઈમ્સે આ શક્તિનું ખુલ્લુ પ્રદર્શન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચીન અને અમેરિકા વચ્ચે હાલ વિવાદ તેની ચરમસીમાએ છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં એક સાથે ગરજ્યા 11 યુદ્ધ વિમાનો.
પરમાણું બોમ્બ પણ લઈ જવામાં સક્ષમ અમેરિકાના B-52H બોમ્બર્સ વિમાનો સાથે અમેરિકાના 10 અન્ય ફાઈટર જેટ્સ અને સર્ચ વિમાનોએ રવિવારે એક સાથે દક્ષિણ ચીન સાગર પરથી ઉડાન ભરી હતી. આ તમામ વિમાન અમેરિકીએ એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ પરથી ઉડાન ભરી હતી. યૂએસએસ નિમિત્ઝની સાથો સાથ યૂએસએસ રોનાલ્ડ રિગન એરક્રાફ્ટ કેરિયર પણ યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહ્યું છે.
અમેરિકી યુદ્ધાભ્યાસને ચીને શક્તિપ્રદર્શન ગણાવ્યું
ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે ચીનના યુદ્ધાભ્યાસ વચ્ચે અમેરિકી B-52H બોમ્બર્સ અને યુદ્ધાભ્યાસને એક સંયોગ નહીં પણ ખુલુ શક્તિપ્રદર્શન ગણાવ્યું હતું. સમાચારના જાણાવ્યા પ્રમાણે અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગોનનું પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ B-52H બોમ્બર વિમાનને ગુઆમમાં તૈનાત કરવું અને યુદ્ધાભ્યાસ કરવો તે ચીન સામે પોતાની તાકાત દેખાડવાની રીત્ત છે.
અમેરિકી નૌકાદળે ગ્લોબલ ટાઈમ્સની હાંસી ઉડાવી
તો બીજી બાજુ દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી એરક્રાફ્ટ કેરિયર્સની તૈનાતીથી ભડકેલા ચીનના ટટ્ટુ મીડિયાની ધમકીઓ પર અમેરિકી નૌકાદળે બરાબરની મજાક ઉડાવી છે. ગઈ કાલે રવિવારે જ ગ્લોબલ ટાઈમ્સે ચીનની મિસાઈલોની તસવીર ટ્વિટ ક અરતા અમેરિકાને ધમકી આપી હતી. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સના ધમકીભર્યા ટ્વિટને રિટ્વિટ કરતા અમેરિકી નેવીએ કહ્યું હ્તું કે, આમ છતાંયે તે આ વિસ્તારમાં તૈનાત છે.
અમેરિકાની શક્તિનું પ્રતિક
અમેરિકાની નેવી દિવસ અને રાત એમ બંન્ને સમયે યુદ્ધાભ્યાસ કરી ચીનને કોઈ પણ પ્રકારના દુસ્સાહસ વિરૂદ્ધ આકરો સંદેશ આપી રહી છે. મહત્વનું છે કે, આ જ વિસ્તારમાં ચીનની નેવી પણ યુદ્ધાભ્યાસ કરી રહી છે. બરાબર ત્યારે જ અમેરિકા દ્વારા આ એરક્રાફ્ટ કેરિયર રવાના કરવા અમેરિકન નેવીની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. અમેરિકાનું કહેવું છે કે, તેના આ યુદ્ધાભ્યાસનો હેતુ આ વિસ્તારના દરેક દેશને ઉડાન ભરવા, સમુદ્રી વિસ્તારમાંથી પસાર થવા અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સંચાલન કરવામાં મદદ કરવાનો છે