2,185 Total Views
આવતી કાલે વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને રવિવારે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે. આ પહેલા 5 જૂને ઉપછાયા ચંદ્ર ગ્રહણ થયુ હતુ. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. 21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં આ ગ્રહણ થઈ રહ્યુ છે.
ગ્રહણ ભારતીય સમયાનુસાર 9 કલાક 15 મિનિટથી શરૂ થઈને 3 કલાક 4 મિનિય સુધી રહેશે. બપોરે 12 કલાક 10 મિનિટ પર ગ્રહણ તેની ચરમ સીમા પર હશે. જ્યારે સૂતક ગ્રહણના એક દિવસ પહેલા એટલે કે 20 જૂન રાત્રે 9 કલાક 15 મિનિટથી શરૂ થઈ જશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી રહેશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે અને ગ્રહણ કાળ માન્ય રહેશે.
સૂતક 12 કલાક પહેલાં લાગશે
સૂર્યગ્રહણનું સૂતક 12 કલાક પહેલા લાગે છે. તેથી, સૂર્યગ્રહણનું સૂતક શનિવાર 20 જૂને રાત્રે 10.20 વાગ્યે શરૂ થશે જે ગ્રહણ અવધિના અંતમાં સમાપ્ત થશે. આ સમય દરમિયાન તમામ મંદિરોના દ્વાર બંધ રહેશે અને ગ્રહણ સમાપ્ત થયા પછી ખુલશે. બપોરે ત્રણ વાગ્યા પછી મંદિરની સફાઇ કર્યા બાદ મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે.
સૂર્ય ગ્રહણમાં કરો આ મંત્ર જાપ
સૂર્ય ગ્રહણમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ગ્રહણના પ્રભાવથી બચવા માટે સૂર્ય ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. ॐ ધૃણિ: સૂર્યાય નમ: | આ સૂર્ય બીજ મંત્ર ખુબજ ચમત્કારીક છે. 108 વાર જાપ કરી પવિત્ર ગંગાજળથી સમગ્ર ઘરમાં આ પાણીનો છંટકાવ કરો.
ગ્રહણ છુટ્યા બાદ કરો આ કામ
દાન-દક્ષિણા અને મંત્રજાપનું સહસ્ત્ર ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગરીબોને ભોજન કરાવો, દાન આપો.