760 Total Views
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ કોરોના ના કેસ વધતા પોલીસ ફરી એક્ષનમાં આવી જાહેરનામા નો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે જેમાં વડિયા જકાતનાકા પાસે વાહનમાં આઠ માણસો બેસાડી જનાર ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આઈ.આર.દેસાઈ પો.સબ. ઇન્સ રાજપીપલા પો.સ્ટે.ની ફરિયાદ મુજબ તેઓ વડિયા જકાતનાકા પાસે વાહન ચેકિંગ માં હતા ત્યારે યોગેશભાઈ રાજુભાઈ તડવી,રહે મોટા આંબા તેમના વાહનમાં આઠ માણસો બેસાડી નિકળતા જાહેરનામા ના ભંગ બદલ રાજપીપળા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.