689 Total Views
બે દિવસથી રાજપીપળા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક દંડનીય કાર્યવાહી કરાતા લોકોમાં રોષ કાયદો આમ જનતા માટેજ લાગુ પડે છે..?
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ના કેસ એ ભારે ગતિ પકડી છે માટે સરકારી જાહેરનામા મુજબ પોલીસે પણ માસ્ક સહિતના કોવિડ ના નિયમોનું પાલન કરાવવા રાજપીપળા માં બે દિવસથી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે જેમાં કેટલાક લોકો સાથે પોલીસને ઘર્ષણ પણ થયું હતું.
જોકે આજે સવારે રાજપીપળા પો.સ્ટ.ને અડીને આવેલી બેંક ઓફ બરોડા ની શાખામાં સોસીયલ ડિસ્ટન્સ ના લીરા ઉડતા નજરે પડતા સ્થાનિક લોકો એ રોષ વ્યકત કરતા જણાવ્યું કે કાયદો ફક્ત આમ જનતા માટે જ બન્યો છે,બેંક કે અન્ય સંસ્થાઓ માં કોવિડ જાહેરનામા બાબતે કોઇ પાલન કરતું નથી તો તંત્ર એમની પાસે કેમ દંડ વસુલતું નથી.જોકે અમુક બેંક માં માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ બાબતે કોઈજ પાલન થતું ન હોય ત્યારે તંત્ર એ આવી જગ્યાઓ પર પણ કાયદાનો કડક અમલ કરવો જરૂરી છે.