873 Total Views
પાંચ વર્ષ પહેલા એનએસસી સર્ટીફિકેટ લીધા હોય તેવા ફેબ્રુઆરી માર્ચ માસમાં પાકતાં સર્ટી ઝઘડિયા પોસ્ટની કોમ્પ્યુટર માં એન્ટ્રી બતાવતા નહીં હોય ગ્રાહકો ના લાખો રૂપિયા સલવાયા.
ભરૂચ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સંપર્ક કરતા ગ્રાહકો સાથે પોસ્ટ અધિકારીઓ ઉદ્ધતાઈ પરિવર્તન કરી રહ્યા છે.
જે સમયે એનએસસી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા તે સમયે ઝઘડિયા પોસ્ટ દ્વારા તેને ઓનલાઈન નહીં કરાતા પાંચ વર્ષ બાદ ઝઘડિયા પોસ્ટ ઓફિસ નો ગેર વહીવટ સામે આવ્યો.
છેલ્લા એક માસથી ઝઘડિયા પોસ્ટ ઓફિસના ૫૦થી વધુ ગ્રાહકો પોતાની એનએસસી ની પાકતી રકમ માટે પોસ્ટ ઓફિસના ધક્કા ખાઇ રહ્યા છે.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા