GUJARAT

ગુજરાતમાં દોઢ વર્ષ બાદ નિવૃત જજ રાજેશ શુક્લાની લોકાયુક્ત તરીકે નિયુક્તિ

 1,579 Total Views

ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી ખાલી પડેલ લોકાયુક્તના પદ પર સરકારે નિવૃત જજ રાજેશ શુક્લાની નિયુક્તિ કરી છે. ગુજરાતના આ પૂર્વે નિમાયેલાં લોકાયુક્ત જસ્ટિસ ડી પી બુચની પાંચ વર્ષની અવધિ ડિસેમ્બર 2018માં પૂર્ણ થયાં બાદ દોઢ વર્ષ જેટલાં સમયથી સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને રોકવા કાર્યરત સંસ્થા એવી લોકાયુક્તની કચેરીનું આ સ્થાન ખાલી રહ્યું છે.

પાંચમા લોકાયુક્ત તરીકે પસંદગી પામેલ ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ રાજેશ શુકલાનો જન્મ 27 ડિસેમ્બર 1956 ના રોજ થયો હતો. તેઓએ બીકોમ એલ એલ બી સુધીનો અભ્યાસ કર્યા બાદ વકીલાત શરૂ કરી હતી. તેઓ વર્ષ 1982થી વર્ષ 1984 સુધી રાજ્ય સરકારના સોલિસિટર તરીકે સેવાઓ આપી હતી. તે દરમ્યાન ગૃહ ,સામાન્ય વહીવટ વિભાગ ,નર્મદા, માર્ગ અને બાંધકામ વિભાગ સહીત વિવિધ વિભાગોના કેસો લડ્યા હતા. તેઓ વર્ષ 1994માં સિટી સિવિલ એને સેસન્સ કોર્ટમાં જજ બન્યા હતા. તેઓ 21 નવેમ્બર 2007 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા. વર્ષ 2009માં તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જજ બન્યા અને 26 ડિસેમ્બર 2012ના રોજ નિવૃત થયા હતા.

રાજયના પ્રથમ લોકાયુક્ત તરીકે જસ્ટીશ ડી એચ શુકલાની નિમણુંક 26 જુલાઈ 1988ના રોજ કરી હતી. તેમણે 25 જુલાઈ 1993 સુધી ફરજ બજાવી હતી. બીજા લોકાયુક્ત તરીકે જસ્ટીશ આઈ સી ભટ્ટની સરકારે માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 નવેમ્બર 1993ના રોજ કરી હતી. તેઓ 9 નવેમ્બર 1998 ના રોજ નિવૃત થયા હતા. ત્રીજા લોકાયુક્ત તરીકે એસ એમ સોનીની 25 નવેમ્બર 1998 ના રોજ નિમણુંક કરી હતી. જેમની મુદત 24 નવેમ્બર 2003ના રોજ પૂર્ણ થતા તેઓ નિવૃત થયા હતા.

Leave a Reply

Your email address will not be published.