1,005 Total Views
ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી આશા હતીં. આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI)એ કહ્યું કે, જો અમે આ રથયાત્રા માટે મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. કોરોના મહામારી દરમિયન આ પ્રકારે સમારોહની મંજૂરી આપી શકાય નહીં. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ આદેશ જરૂરી છે.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં ગત અઠવાડિયે એક એનજીઓએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાજ્ય સરકાર રથયાત્રા પર રોક લગાવવાના આદેશનો નિર્ણય લઈ શકતી નથી અને રથયાત્રાની તૈયારીનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રથયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટશે. આવામાં કોરોના મહામારી ફેલાઈ શકે છે.