1,007 Total Views
આણંદ, તા. ૧૭
આણંદ શહેરમાં છેલ્લા પંદર દિવસમાં કોરોના સંક્રમણ પુર્વ વિસ્તારમાં સતત વધી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે. ગઈકાલે આણંદ શહેરમાંથી એક પોઝીટીવ મળ્યો હતો. તો આજે સવારે ભાલેજ રોડ અને સો ફુટ રોડ ઉપર એમ બે જુદા જુદા વિસ્તારમાંથી પોઝીટીવ કેસ મળતા આણંદ જીલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આણંદ શહેરમાં સતત વધી રહેલા કેસોને લઈને સ્થાનિક લોકોમાં પણ ગભરાટ વ્યાપી ગયો છે.
આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર મદ્રેશા પાસે રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા અલ્તાફભાઈ અનવરભાઈ વ્હોરા ઉ.વ. ૩૭ છેલ્લા એક સપ્તાહથી બીમાર હતા અને તેઓને સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સેમ્પલ લઈને તપાસ કરાવતા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ છે.
આણંદ શહેરના સો ફુટ રોડ ઉપર રોયલ પ્લાઝાની પાછળના ભાગે રહેતા તેજુન ટીનવાલા ઉ.વ. ૨૯ છેલ્લા એક સપ્તાહથી બીમાર હતા. જેનું સેમ્પલ લઈને તપાસ કરાવતા લો કોરોના પોઝીટીવ આવ્યો છે. આમ નોર્મલ કોરોના હોવાથી તેઓને સારવાર માટે દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ આ વિસ્તારને ક્વોરેન્ટાઈન કરીને તેઓને ઘરે જ સારવાર આપવામાં આવી છે. આમ આણંદ શહેરમાં છેલ્લા દસ દિવસમાં છ થી વધુ કેસ નોંધાયા છે. અને મોટાભાગના કેસ પુર્વ વિભાગમાં હોવાથી લોકોમાં ગભરાટ વધી ગઈ છે. જ્યારે આણંદ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૩૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૦૫ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. ત્યારે બાર દર્દીઓના મોત નીપજ્યા
છે.