Business

યોગગુરૂ અને પતંજલિ આયુર્વેદ કંપનીના સંસ્થાપક બાબા રામદેવ હંમેશા ચર્ચામાં રહે છે,…

 458 Total Views

યોગગુરૂ અને પતંજલિ આયુર્વેદ કંપનીના સંસ્થાપક બાબા રામદેવ હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તેમના પરિવાર વિશે વધારે વાત નથી થતી. ખાસ કરીને તેમના માતા-પિતા વિશે ઘણી ઓછી ચર્ચા થાય છે. ભલે બાબા રામદેવના વડવાઓનું ગામ હરિયાણાના મહેન્દ્ર ગઢ જિલ્લામાં છે, પરંતુ તેમના માતા-પિતા પણ હરિદ્વારમાં જ રહે છે. એક રિપોર્ટ પ્રમાણે બાબા રામદેવના નાના ભાઈ ભરત યાદવ પતંજલિનું રોજિંદુ કામકાજ સંભાળે છે. તો તેમના પિતા રામનિવાસ યાદવ પણ ક્યારેક-ક્યારેક પતંજલિ આયુર્વેદના ખેતરોનું કામકાજ સંભાળે છે.

નાના ભાઈની પત્ની પણ પતંજલિની કંપનીઓમાં ડાયરેક્ટર

જોકે સત્તાવાર રીતે તેમની પાસે કોઈ જવાબદારી નથી. એટલું જ નહીં બાબા રામદેવની મા પણ હરિદ્વારમાં જ રહે છે. બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદના કામકાજમાં તેમના પરિવારના અનેક સભ્યોની ભૂમિકા છે, જેમકે તેમના નાના ભાઈ રામ ભરતની પત્ની સ્નેહલતા પણ પતંજલિ આયુર્વેદનો ભાગ છે. તેઓ ગ્રુપની અનેક કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે સામેલ છે. જોકે તે સક્રિય નથી અને ઘરેલૂ મહિલા છે. આ ઉપરાંત યોગગુરૂની નાની બહેન ઋતંભરા પણ પતંજલિ કંપનીઓમાં ડાયરેક્ટર છે. એટલું જ નહીં તેમના પતિ યશદેવ શાસ્ત્રી પણ પતંજલિ સમૂહની 2 કંપનીઓમાં ડાયરેક્ટર છે અને ગ્રુપને સરસવના બી સપ્લાય કરવાનું કામ કરે છે.

કંપનીમાં ભાઈ રામભરતનું કદ ઝડપથી વધી રહ્યું છે

જોકે આ સૌની વચ્ચે રામભરતનું કદ ઝડપથી વધ્યું છે. અત્યાર સુધી તેઓ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રિપોર્ટિંગ કરતા હતા અને પતંજલિનું રોજિંદુ કામકાજ સંભાળતા હતા, પરંતુ હવે તેઓ રૂચિ સોયાના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. આ પહેલીવાર છે જ્યારે રામભરતને પતંજલિ આયુર્વેદ ગ્રુપમાં કોઈ સત્તાવાર પદ સોંપવામાં આવ્યું છે. પતંજલિ આયુર્વેદના કર્મચારીએ એક વાતચીતમાં કહ્યું કે, “ભરત ભાઈ સવારે જ કામ શરૂ કરે છે અને ઑફિસથી સૌથી છેલ્લે ઘરે જાય છે. તેઓ એક રીતે 24x7x365 કર્મચારીઓ માટે કામ કરે છે. તેઓ હંમેશા તમારું સ્વાગત એક સ્મિત સાથે કરે છે અને દિવસના કોઈ પણ સમયે મુલાકાત માટે તૈયાર રહે છે.”

સૌથી વધારે મીટિંગ્સમાં ભાગ લે છે રામભરત

પંતજલિ ગ્રુપના એક પૂર્વ સીનિયર અધિકારીએ કહ્યું કે, રામભરત દિવસમાં અનેક મીટિંગોનો ભાગ હોય છે. એટલા સુધી કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંને મળીને જેટલી મીટિંગ્સમાં સામેલ થાય છે, તેનાથી વધારે બેઠકોનો ભાગ રામભરત હોય છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની માફક જ ભરતે પણ બિઝનેસની કોઈ ઔપચારિક ટ્રેનિંગ નથી લીધી.

Leave a Reply

Your email address will not be published.