340 Total Views
કોરોના વાયરસ ફેલાવાની સાથે જ એ વાતને લઇ પ્રશ્નો ઉભા થઇ ગયા હતા કે વાયરસ આખરે ફેલાયો કેવી રીતે? અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ ફેલાવાનો દોષ ચીનના માથે મઢી દીધો. ત્યાંની વુહાન વાયરસ લેબ વિશ્વમાં સૌથી વધુ ખતરનાક સંક્રામક રોગ વાયરસનો અભ્યાસ કરવામાં સક્ષમ છે. દાવો કરાયો કે આ લેબમાંથી વાયરસ લીક થયો છે. ત્યારે હવે સૌપ્રથમ વખત વિદેશી મીડિયાને વુહાન વાયરસ લેબે ઇન્ટરવ્યુ આપ્યો અને તેમાં ઘણા દાવા કર્યા છે. હવે વુહાન વાયરસ લેબના ડાયરેકટર વાંગ યૈન ઇ અને તેમના સહકર્મીઓએ અમેરિકન NBC સંવાદદાતાને આપેલા ઇન્ટરવ્યૂમાં આવી અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વ્યક્તિઓમાં કેવી રીતે ફેલાયો, તેની તપાસ પર રાજનીતિની અસર હોવી જોઇએ નહીં.
‘અમેરિકા પાસેથી ઘણું બધું શીખ્યા’
અમેરિકાના એનબીસી રિપોર્ટર એ 7 ઑગસ્ટના રોજ ચીનની વુહાન વાયરસ લેબ અને ત્યાં BCL 4 પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન વુહાન વાયરસ લેબના અનુસંધાનકર્તા યુઆન ચી મીંગ એ કહ્યું કે અમે ચીન-અમેરિકા તણાવ જોવા માંગતા નથી જે વિશ્વની સ્થિરતા અને પ્રગતિ માટે હાનિકારક છે. અમે અમેરિકન વૈજ્ઞાનિકો પાસેથી ઘણી બધી ટેકનોલોજી અને અનુભવ શીખ્યા છીએ. મહામારી ફેલાવાની સ્થિતિમાં અમે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો વિશ્વાસ કરીએ છીએ.
પહેલાં વિદેશી મીડિયાનો પ્રવાસ
NBC પહેલી એવી વિદેશી સંસ્થાન છે જેને કેમ્પસમાં જવાની મંજૂરી મળી. આ રિપોર્ટમાં કહ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટ ટુરની પહેલાં એક ગાર્ડ એ ટીમનું તાપમાન લીધું અને સામાન ચેક કર્યો. ફસિલટીમાં વર્કર્સ સામાન્ય કપડાં અને માસ્ક પહેરીને હતા. અંદર ટેક્નીશન્સ પ્રોટેક્ટિવ સૂટ પહેરી મોટા ગ્લાસની અંદર એક્સપેરિમેંટ કરે છે. ઇન્ટરવ્યૂમાં સરકારના પ્રતિનિધિએ લેબમાંથી વાયરસ ફેલાયાના આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે લેબને પોતાનું પહેલું કોરોના વાયરસ સેમ્પલ બીમારી પ્રજાની વચ્ચે ફેલાયા બાદ મળ્યા હતા.
‘અમને ફેલાયા બાદ મળ્યા હતા વાયરસ’
સંસ્થાનના વાઇસ ડાયરેકટર યુઆન ઝિમિંગ એ કહ્યું કે મેં સતત એ વાત પર જોર આપ્યું કે અમે SARS જેવા નિમોનિયા વાયરસના સંપર્કમાં 30 ડિસેમ્બરના રોજ આવ્યા હતા જે અમને કોઇ હોસ્પિટલમાંથી મોકલાયો હતો. તેમણે દાવો કર્યો કે આની પહેલાં નોવેલ કોરોના વાયરસ પર કામ કર્યું નહોતું. આથી લેબમાંથી લીક થવાનો કોઇ મતલબ જ નથી. જો કે NBCએ પોતાના રિપોર્ટમાં આ દાવાને વેરિફાઇ કર્યો નથી. વાન્ગે એમ પણ કહ્યું કે સંસ્થાના કોઇ વૈજ્ઞાનિકને ઇન્ફેકશન થયું નહોતું.