GUJARAT

કોરોના વાયરસની ઝપેટમાં રાજ્ય સરકારના મહિલા મંત્રી પણ આવ્યા છે…

 666 Total Views

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (Corona Virus) સામાન્ય લોકોની સાથો સાથ હવે રૂપાણી સરકાર (Rupani Government) ના મંત્રીઓને પણ પોતાના ઝપાટામાં લેવા લાગ્યો છે. હવે કોરોના વાયરસની ઝપેટમાં રાજ્ય સરકારના મહિલા મંત્રી (Gujarat Government Minister) પણ આવ્યા છે. રાજ્ય સરકારના વિભાવરી દવેનો રિપોર્ટ પોઝિટીવ (Vibhavari Dave Corona Positive) આવ્યો છે.

વિભાવરી દવે (Vibhavari Dave) હાલ સારવાર હેઠળ છે. વિભાવરી બહેને પોતે જ આ માહિતી ટ્વિટ (Vibhavari Dave Tweet) દ્વારા આપી છે. આ અહેવાલ આવતા વિભાવરી દવેના સમર્થકો અને પરિવાર જનોમાં ચિંતિત બન્યા છે.

હાલ કોરોના વાયરસ ગુજરાતભરમાં ફરી એકવાર સનસનાટી મચાવી રહ્યો છે. કોરોનાની આ બીજી વેવમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે (Vibhavari Dave) કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન. મહેતા હૉસ્પિટલ (U.N. Mehta Hospital)માં ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાક ખુદ મંત્રીએ ટ્વીટ કરીને કરી હતી.

વિભાવરી દવેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે – આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવે.પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે.

વિભાવરી દવે પહેલા પણ રૂપાણી સરકારના અનેક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાગ્રસ્ત થઈ ચુક્યાં છે. જાહેર છે કે, દિવાળી બાદ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓમાં વધારો તથા સરકારી તંત્ર દોડતું થયું છે. ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

Leave a Reply

Your email address will not be published.