GUJARAT

રાજસ્થાન કોંગ્રેસમાં હવે ત્રીજુ જુથ સક્રિય થયું, ગેહલોતની મુશ્કેલી વધી

 557 Total Views

૧૯ ધારાસભ્યો ૨૩મીએ બેઠક યોજી ગેહલોત સરકાર પર દબાણ વધારે તેવી શક્યતાઓ, રાજકારણ ગરમાયું
બસપામાંથી કોંગ્રેસમાં આવેલા અને અપક્ષ ધારાસભ્યોએ કેબિનેટમાં મંત્રી પદ માગ્યું, પાયલટ જુથની ટીકા કરી

રાજસ્થાન કોંગ્રેસમાં હવે સચિન પાયલટ અને અશોક ગેહલોત જુથ વચ્ચેની તકરાર વધવા લાગી છે. એવામાં હવે બીએસપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા કેટલાક ધારાસભ્યોએ પણ સરકારમાં હિસ્સો આપવાની માગણી કરી દીધી છે. આ ધારાસભ્યોએ સાથે જ સચિન પાયલટ જુથ સામે મોરચો ખોલી દીધો છે. આ ત્રીજુ ઉભુ થયેલુ જુથ સરકારમાં હિસ્સેદારી માગી રહ્યું છે.

તેથી રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ, ગેહલોત બાદ હવે આ ધારાસભ્યોનું ત્રીજુ જુથ પણ સક્રિય થઇ ગયું છે. તેથી હવે સચિન પાયલટની સાથે સાથે આ ત્રીજા જુથને મનાવવું અશોક ગેહલોત સરકાર માટે મોટો પડકાર સાબીત થઇ શકે છે. બીએસપી અને અપક્ષમાંથી કોંગ્રેસમાં આવેલા આ ધારાસભ્યોએ એક તરફ તો અશોક ગેહલોત સરકારને સમર્થન આપ્યું છે પણ બીજી તરફ પોતાના માટે કેબિનેટમાં મંત્રી પદની પણ માગણી કરી નાખી છે.

એટલુ જ નહીં સચિન પાયલટ જુથની સામે પણ તેઓએ મોરચો ખોલી નાખ્યો છે. એવામાં જો તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો તેનાથી સચિન પાયલટ જુથ નારાજ થઇ શકે છે. તેથી ગેહલોત માટે બન્નેને મનાવીને રાખવા મોટી મુશ્કેલી સાબિત થઇ શકે છે. ગેહલોતના એક નજીકના નેતાએ કહ્યું હતું કે આશરે છ જેટલા ધારાસભ્યોએ પોતાની માગણીઓ અમારી સમક્ષ મુકી છે તે અંગે વિચારવામાં આવશે. ૨૦૧૯ના અંતમાં આ ધારાસભ્યો બીએસપી અપક્ષમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા. જે હવે ગેહલોત સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ વિવાદ વચ્ચે ૧૯ જેટલા ધારાસભ્યો ૨૩મી તારીખે એક બેઠક યોજવા જઇ રહ્યા છે. જેમાં અપક્ષના ૧૩ અને છ બસપાના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કેબિનેટમાં સ્થાન માટે માગણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.