NRI

શું આ દેશ દોસ્તી નિભાવી રાજનાથ સિંહ અને ચીનના રક્ષામંત્રીની મુલાકાત કરાવશે

 282 Total Views

પેંગોંગ ઝીલની બાજુમાં ભારતીય જવાનોના હાથે જોરદાર ઝાટકો ખાતા ચીનના રક્ષા મંત્રી વેઇ ફેંઘે આજે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મૉસ્કોમાં મુલાકાત કરી શકે છે. ચીની રક્ષા મંત્રીએ રાજનાથ સિંહને મળવા માટે સમય માંગ્યો હતો. બંને નેતા શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે રૂસ પડદા પાછળ પોતાના બંને ગાઢ મિત્ર દેશો ભારત અને ચીનની વચ્ચે દોસ્તી કરાવામાં લાગેલું છે અને આ બેઠક પણ રૂસી પ્રયાસોનો ભાગ છે.

ભારત અને ચીનના રક્ષામંત્રી એવા સમયે મળી રહ્યા છે જ્યારે પૂર્વ લદ્દાખમાં બંને દેશોના હજારો સૈનિક, ટેન્ક અને તોપો સામસામે છે. આની પહેલાં પણ ચીનના રક્ષા મંત્રી એ રાજનાથ સિંહને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી પરંતુ આ મીટિંગ થઇ શકી નહોતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચીનના રક્ષા મંત્રી વેઇ ફેંઘે પોતાના સમકક્ષ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે શુક્રવારના રોજ એટલે કે આજે બેઠક માટે સમય માંગ્યો છે. જો કે હજી સુધી ભારતની તરફથી તેના પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

નિષ્ણાતોના મતે ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા રૂસ પડદા પાછળ બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવામાં લાગેલું છે. ધ એશિયા પ્રોગ્રામ સંસ્થાના ડેપ્યુટી ડાયરેકટર માઇકલ કુગમેનનું માનવું છે કે રૂસને એ વિશ્વાસ છે કે જો તેઓ ભારત અને ચીનની વચ્ચે મધ્યસ્થતા કરે છે તો તેને ફાયદો થશે. તેમણે કહ્યું કે રૂસ આ વિવાદમાં હસ્તક્ષેપ દ્વારા અમેરિકાને આંતરરાષ્ટ્રીય સ્તર પર નીચે દેખાડવા માંગી રહ્યું છે. રૂસ માટે આ એક તક છે જેથી કરીને તેનો પ્રભાવ વધારી શકે અને બે વૈશ્વિક શક્તિઓની વચ્ચે સંકટમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. તેના દ્વારા રૂસ અમેરિકાને નીચે દેખાડવા માંગે છે કારણ કે આ સંકટમાં અમેરિકાની કોઇ ભૂમિકા નથી જ્યારે મોસ્કો શાંતિ સ્થાપવાની ભૂમિકા નિભાવી રહ્યું છે. રૂસને પૂરો વિશ્વાસ છે કે તે આ વિવાદને ઉકેલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.