GUJARAT

શું ટાટાને મળશે એર ઈન્ડિયા?, અમિત શાહની અધ્યક્ષતાવાળી પેનલ લેશે ભવિષ્ય અંગે નિર્ણય

 577 Total Views

– જો સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની 68 વર્ષ બાદ ઘરવાપસી થશે

નુકસાનમાં ચાલી રહેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની કમાન આ સપ્તાહમાં જ તેના નવા માલિકને સોંપી દેવામાં આવશે. આ સપ્તાહની અંદર જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની પેનલમાં કંપનીના નવા માલિક અંગેનો નિર્ણય લેવામાં આવશે. શક્ય છે કે, એક સપ્તાહ બાદ એર ઈન્ડિયાની ઘરવાપસી થાય અને સરકાર ફરી ટાટા ગ્રુપને એર ઈન્ડિયાની કમાન સોંપી દે.

હકીકતે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાની બોલીમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. આ દોડમાં સ્પાઈસ જેટના પ્રમોટર અજય સિંહ પણ સામેલ છે. જોકે અંતિમ નિર્ણય એક સપ્તાહ બાદ જ લેવાશે.

એક અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપની બોલી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રિઝર્વ પ્રાઈસથી આશરે 3,000 કરોડ રૂપિયા વધારે છે. ટાટાની બોલી સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહ દ્વારા લગાવવામાં આવેલી બોલી કરતા આશરે 5,000 કરોડ રૂપિયા વધારે છે.

1932માં ટાટા એરલાઈન્સના નામે શરૂઆત

જો સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની 68 વર્ષ બાદ ઘરવાપસી થશે. ટાટા જૂથે ઓક્ટોબર 1932માં ટાટા એરલાઈન્સના નામથી એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. 1947માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂર અનુભવાઈ. તેવામાં ભારત સરકારે એર ઈન્ડિયામાં 49 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરી લીધું. ત્યાર બાદ 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કર્યો અને પછી ટાટા જૂથે આ કંપનીમાં મહત્તમ હિસ્સો ખરીદી લીધો.

Leave a Reply

Your email address will not be published.