1,002 Total Views
દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસ (Corona Virus) સામે લડત આપનાર સૌથી મોટી આશ કોરોનાની રસી છે. જો રસી અપાશે તો તેની સામેની જંગ જીતવી સરળ થઇ જશે. પરંતુ આ બધાની વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથ (Dr. Soumya Swaminathan)ને કહ્યું કે એક સ્વસ્થ અને યુવાન વ્યક્તિને કોરોના રસી (Corona Vaccine) મેળવવા માટે 2022નાવર્ષ સુધી રાહ જોવી પડી શકે તેવી શક્યતા છે.
તેમણે એક સોશિયલ મીડિયાની ઇવેન્ટમાં આ વાત કરી છે. આ ઇવેન્ટ દરમ્યાન સ્વામીનાથને કહ્યું કે મોટાભાગના લોકો એ વાત સાથે સહમત છે કે પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ કે જેઓ કોરોના સામે લડી રહ્યા છે પહેલા તેમને રસી આપવી જોઇએ. તો આમા પણ નક્કી કરવું પડશે કે સ્વાસ્થ્યકર્મીઓમાં સૌથી વધારે જોખમ કોને છે? આ સિવાય વૃદ્ધોને પણ જોખમ રહેલું છે.
સ્વામીનાથને કોરોના વેક્સીન આવનારા એક વર્ષમાં ઉપલબ્ધ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે 2021 સુધામાં કોરોનાની એક સફળ અને પ્રભાવશાળી રસી દુનિયાને મળી જશે. પરંતુ આ રસી સીમિત માત્રામાં જ ઉપલબ્ધ થશે. જેના કારણે પ્રાથમિકતાના આધારે રસીકરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિન માટે અત્યારે દુનિયાભરમાં અનેક રસી ઉપર પરીક્ષણ થઇ રહ્યા છે. જોમાંથી ઘણી કંપનીઓ અને સંશોધકોએ આ વર્ષના અંત સુધીમાં સફળ રસી મળી જવાનો દાવો કર્યો છે. આમ છતા ડબલ્યુએચઓ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે.
દર્દીઓની સંખ્યા 3.90 કરોડથી વધુ
દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 3.90 કરોડથી વધુ થઈ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2.91 કરોડથી વધુ થઈ ચૂકી છે. મરનારાઓની સંખ્યા 10.98 લાખને પાર થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.