India

ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલને ચેક કરતા ડ્રગ ‘એક્સટેસી’ની જાણ થઇ

 1,670 Total Views

દિલ્હીની વિદેશ પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ લાવવામાં આવ્યું હતું જેમાં મહિલાઓના મોંઘા લેંઘા હતા. જો કે એ પાર્સલ સામાન્ય પાર્સલ નહતું. લેંઘામાં અત્યંત શાનદાર ભરતકામ અને ગુથણ કામ કરવામાં આવ્યું હતું અને જોવામાં એ લેઘાં ખુબ જ આકર્ષક દેખાતા હતા. પરંતુ કસ્ટમ વિભાગને પહેલાથી જ માહિતી મળી ચૂકી હતી કે આમાં ડ્રગ છે, પરિણામે કસ્ટમ વિભાગને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને ચેકિંગ હાથ ધર્યું હતું.

આ પાર્સલ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. પરંતુ તેની સઘન ચેકિંગ કરતા તેમાંથી એમડીએમએ નામની નશો કરાવતી દવા-ગોળીઓ મળી હતી. આ એક જાતનું સીન્થેટિક ડ્રગ છે જે અત્યંત જોખમી હોય છે. આ ડ્રગ અત્યંત ઉત્તેજના અને ભ્રમોત્પાદકનું મિશ્રણ હોય છે. આ ડ્રગ લેવાથી લીવર, કિડની અને હાર્ટમાં સમસ્યા ઊભી થઇ શકે છે.

દિલ્હીમાં જ એક અન્ય જગ્યાએથી કસ્ટમ વિભાગે રૂપિયા 6 કરોડની 60 લાખ આયાતી સિગારેટ પકડી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published.