687 Total Views
“આજે આપણે આપણી ચારેય બાજુ એ જ જોઇ રહ્યા છીએ જે 18મી સદીમાં થયું હતુ. વિસ્તારવાદ જોવા મળી રહ્યો છે. કોઈ દેશમાં અતિક્રણ કરવું, ક્યાંક સમુદ્રમાં ઘુસી જવું, ક્યારેક કોઈ દેશની અંદર જઇને કબજો કરવો. આ ચીજોની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ વિસ્તારવાદ 21મી સદીમાં માનવતા માટે ફાયદાકારક ના થઈ શકે.
આજે વિશ્વ વિકાસવાદને સમર્પિત
“વિસ્તારવાદની જીદ કોઈ પર હાવી થઈ જાય છે તો તેણે હંમેશા વિશ્વ શાંતિ માટે ખતરો ઉભો કર્યો છે. અને એ ના ભૂલો, આવી તાકાતો નષ્ટ થઈ ગઈ છે અથવા રસ્તો બદલવા માટે મજબૂર થઈ છે. વિશ્વનો હંમેશા આ જ અનુભવ રહ્યો છે અને આ અનુભવનાં આધારે હવે આ વખતે ફરીથી આખા વિશ્વએ વિસ્તારવાદની વિરુદ્ધ મન બનાવી લીધું છે. આજે વિશ્વ વિકાસવાદને સમર્પિત છે અને વિકાસવાદની સ્પર્ધાનું સ્વાગત કરી રહ્યું છે.
ચીને પોતાની હરકતોથી પીએમ મોદીની વાત સાચી પાડી
ચીનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આ નિવેદનનું અંતર 6 વર્ષનું છે. પહેલું નિવેદન ત્યારનું છે જ્યારે મોદી 2004માં પહેલીવાર પીએમ બન્યા હતા અને જાપાન પ્રવાસે હતા. બીજું નિવેદન ગલવાનમાં 20 સૈનિકોની શહાદતનાં લગભગ 20 દિવસ બાદ લેહમાં આપ્યું છે. આ બંને નિવેદનમાં કોઈ ખાસ ફર્ક નથી. વડાપ્રધાન મોદી જે 2014માં ચીનને લઇને વિચારી રહ્યા હતા, ચીને પોતાની હરકતોથી એ સાબિત કરી દીધું છે.
ચીન ભરોસાને લાયક નથી
ગત વર્ષે ઑક્ટોબરમાં જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવ્યા તો વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત અને ચીનનાં સંબંધો વધારે મજબૂત થશે. શુક્રવારનાં જ્યારે લેહમાં સૈનિકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે સ્પષ્ટ રીતે ચીનનાં વિસ્તારવાદી વલણનો વિરોધ કર્યો. 2019માં જિનપિંગ સાથે હાથ મિલાવતા સમયે પીએમ મોદીને એ વાતની ખબર હતી કે ચીન ભરોસાને લાયક નથી.
6 વર્ષ જૂની વાતનું પુનરાવર્તન
લદ્દાખનાં નીમૂમાં સૈનિકોની સામે વડાપ્રધાન મોદીએ 6 વર્ષ જૂની વાતનું પુનરાવર્તન કર્યું છે. તેમણે ચીનનું નામ લીધા વગર કહ્યું કે, “વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ચુક્યો છે અને હવે વિકાસવાદનો સમય છે.” પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “જો કોઇના પર વિસ્તારવાદની જિદ સવાર થઈ જાય તો તે વિશ્વ શાંતિ માટે ખતરો છે. ઇતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો નષ્ટ પામે છે.”