GUJARAT

રાજ્ય પરથી મોટી વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની જોર ઘટશે, જાણો હવામાને શું કરી મોટી આગાહી?

 480 Total Views

રાજ્યમાં હાલ ચારેબાજુ મેઘરાજાએ જળબંબાકાર કરી નાંખ્યું છે, અનેક જગ્યાએ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોને હાશકારો થાય તેવી એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે (મંગળવારે) પણ એક આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આવતી કાલથી (બુધવાર) વરસાદનું જોર ઘટી જશે તેવી આગાહી કરી છે. આવતીકાલથી ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડશે, જેના કારણે આગામી 29મી ઓગસ્ટ સુધી વરસાદમાંથી રાહત મળશે.

પરંતુ હવામાન વિભાગે આજનો દિવસ ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેથી બનાસકાંઠા, કચ્છ, સુરત સિવાયના જિલ્લામાં વરસાદ નહીંવત જોવા મળી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો 26 ઓગસ્ટથી બનાસકાંઠા, સુરત અને કચ્છ સિવાયના જિલ્લામાં વરસાદનું જોર ઘટવાની વાત કરી છે.

રાજ્યમાં હાલ વરસાદની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં જ સરેરાશ 102 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને હવે ભારે વરસાદથી પાક નિષ્ફળ જવાનો ડર છે. એટલું જ નહીં અનેક જગ્યાએ ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે. આ સમયે હવે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આવ્યા છે.

હવમાન વિભાગના કહેવા પ્રમાણે 26 થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે પરંતુ વરસાદી માહોલ યથાવત રહશે. એટલે કે વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી તરફ વરસાદની વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાય ગયો છે. રાજ્યમાં 25 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 18 ટકા વધારે વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝનનો હજી પણ 1 મહિના જેટલો સમય બાકી છે ત્યારે હજુ સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ગુજરાતમાં સ્થિતિ થોડી વિકટ બની છે, ગુજરાતમાં આજે 487 રસ્તા બંધ છે. ગુજરાતમાં આજે જે રસ્તાઓ બંધ છે તેમાં 2 નેશનલ હાઈવે અને 46 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 4-4 સ્ટેટ હાઈવે બંધ છે, જ્યારે પંચાયત હસ્તકના 395 રસ્તા વરસાદના કારણે બંધ છે. તેવી જ રીતે સુરતમાં પણ પંચાયત હસ્તકના 58 રસ્તા બંધ છે. સુરેન્દ્રનગરમાં 47 અને કચ્છમાં પંચાયત હસ્તકના 34 રસ્તા બંધ છે. જેના કારમે વાહનવ્યવહાર પર સીધી અસર પડશે.

Leave a Reply

Your email address will not be published.