India

હૈદરાબાદના સાંસદ ઓવૈસી એ કહ્યું કે અમે ભાજપ સામે લોરતાંત્રિક રીતે લડીશું.

 1,597 Total Views

ગ્રેટર હૈદરાબાદ નગરપાલિકા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને બમ્પર જીત મળી છે. 2016મા 4 સીટ જીતનાર ભાજપે આ વખતે ચૂંટણીમાં 48 સીટો પર પરચમ લહેરાવ્યો. તો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM 44 સીટ જીતવામાં સફળ રહ્યું. પરિણામો બાદ અસદુદ્દીન ઓવૈસી એ પ્રેસ કોન્ફરન્સ કરી અને પાર્ટીના પ્રદર્શનથી ખુશ દેખાયા. આ દરમ્યાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાંધ્યું. ઓવૈસી એ કહ્યું કે જયાં-જયાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ પ્રચાર કરવા માટે ગયા ત્યાં ભાજપને હાર મળી.

હૈદરાબાદના સાંસદ ઓવૈસી એ કહ્યું કે અમે ભાજપ સામે લોરતાંત્રિક રીતે લડીશું. અમને વિશ્વાસ છે કે તેલંગાણાના લોકો ભાજપને રાજ્યમાં વિસ્તાર કરતા રોકશે. ઓવૈસી એ કહ્યું કે અમને ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં 44 સીટો પર જીત મળી. મેં તમામ નવા ચૂંટાયેલા કોર્પોરેટ સાથે જીત બાદ વાત કરી અને તેમને શનિવારથી કામ શરૂ કરવાનું કહ્યું.

ઓવૌસી એ આગળ કહ્યું કે ભાજપની સરળતા એક વખતની સફળતા છે. તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ સફળતા મળશે નહીં. તેમણે કહ્યું કે અમે આ ચૂંટણીમાં મહેનત કરી હતી અને હૈદરાબાદની જનતાએ જે નિર્ણય આપ્યો છે તે અમને મંજૂર છે. નિગમની ચૂંટણી છે થોડું ઉપર-નીચું હોય છે. ઓવૈસી એ તેની સાથે જ હૈદરાબાદની જનતા અને પાર્ટીના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો.

ઓવૈસી એ કહ્યું કે જયાં યોગી આદિત્યનાથ આવ્યા હતા ત્યાં શું થયું. તેઓ સર્જીકલ સ્ટ્રાઇક બોલ્યા હતા. હવે ભાજપ પર ડેમોક્રેટિક ઉપર સ્ટ્રાઇક થઇ ગઇ. આંકડા બધાની સામે છે. અમે સીએમ યોગીને કહીશું કે તમે મુંબઇ ગયા હતા. તમે એક્ટિંગ ના કરો. હકીકતની દુનિયામાં આવી જાઓ. દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે તેને ખત્મ કરો. સંવિધાનની વિરૂદ્ધ જતા તમે લવ જેહાદનો કાયદો બનાવી રહ્યા છો. તેનો રોકો. તો ચૂંટણીમાં ટીઆરએસના પ્રદર્શન પર ઓવૈસી એ કહ્યું કે તેઓ તેલંગાણાની ક્ષેત્રીય ભાવાનાનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે કે.ચંદ્રશેખર રાવ આ ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરશે.

આપને જણાવી દઇએ કે દેશના સૌથી મોટા નગર નિગમમાંથી એક ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીના પરિણામો શુક્રવારે જાહેર થયા. ભાજપે જબરદસ્ત પ્રદર્શન કરતાં 48 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. તો કેસીઆરની પાર્ટી ટીઆરએસને 56 અને ઓવૈસીની પાર્ટી AIMIMને 44 સીટો પર જીત મળી. જ્યારે કોંગ્રેસના ખાતામાં 2 સીટ આવી. જો કે આ વખતે કોઇપણ પાર્ટીને બહુમતી મળી નથી. 152 વોર્ડવાળા ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં બહુમતનો આંકડો 75 છે.

2016મા થયેલ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીની વાત કરીએ તો ટીઆરએસ એ 150 વોર્ડમાંથી 99 વોર્ડમાં જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે ઓવૈસીની પાર્ટી AIMIMને 44 વોર્ડમાં જીત મળી હતી. જ્યારે ભાજપ અંદાજે 3 નગર નિગમ વોર્ડમાં જીત નોંધાવી શકયું હતું અને કોંગ્રેસને માંડ બે વોર્ડમાં જ જીત મળી હતી.

Leave a Reply

Your email address will not be published.