GUJARAT

વણજારીયા ગામના જવાને જમ્મુના પૂંચ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વ્હોરી

 926 Total Views

– જવાન વતન આવતો ત્યારે અન્ય યુવાનોને આર્મીમાં જોડાવવા માર્ગદર્શન આપતો હતો

– સોમવારે જવાનના પાર્થિવદેહને માદરે વતન લાવીને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવશે : જવાન વીરગતિ પામતા પંથકમાં શોકની લાગણી

નડિયાદ : કપડવંજ તાલુકાના એક ગામનો જવાન શહીદ થતા પંથકમાં ઘેરાશોકની લાગણી વ્યાપી છે. આંતકવાદી સાથે થયેલ અથડામણમાં યુવક વીરગતિ પામ્યો હતો.જવાનનો પાર્થિદેહ રવિવારની મોડી રાતે અથવા સોમવારે માદરે વતન આવશે.આ બાદ સૈન્ય સન્માન સાથે અગ્નિદાહ આપવામાં આવશે.
કપડવંજ તાલુકાના વણજારીયા ગામમાં રહેતા રાઘાભાઇનો દિકરો હરીશસિંહ પરમાર ઉં.૨૫ વર્ષ-૨૦૧૬ માં ભારતીય આર્મીમાં જોડાયા હતા.૨૫૦૦ વસ્તી ધરાવતુ આ ગામ હાલ શોકનો માહોલ છવાયો છે.હરીશસિંહનુ પોસ્ટીંગ આસમથી તાજેતરમાં જમ્મુ કશ્મીરના પૂંચ સેકટરમાં થયુ હતુ. શનિવારના રોજ પૂંચ સેકટરમાં સૈન્ય અને આંતવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.જે કલાકો સુધી બંને પક્ષે ભારે ગોળીબાર થયો હતો.જેમાં સપૂત હરીશસિંહ પરમાર વીરગતિને પામ્યા હતા.આ સમાચાર ઢળતી સાંજે તેમનાપરિવારને મળ્યાહતા જ્યારે મોડી રાતે આ સમાચાર જિલ્લામાં પ્રસરતા શોકનો માહોલ છવાયો હતો.

હરીશભાઇ પાંચ મહિના અગાઉ ગામમાં આવ્યા હતા અને પરિવાર સાથે આશર ેએકાદ મહિના જેટલો સમય રોકાયા હતા.રજા પર આવતા ત્યારે ગામના કેટલાક યુવકોને આર્મીમાં ભરતી થવા માટેનુ માર્ગદર્શન પણ આપતા હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા ે છે.રવિવારના રોજ તેમના પાર્થીવ દેહને વિમાનમાર્ગે અમદાવાદ અને ત્યાથી તેમના માદરે વતન વણજારીયા લાવવામાં આવશે. રવિવારની મોડી રાતે કે સોમવારે પાર્થિવ દેહ માતદરે વતન પહાચશે તેવી માહિતી પરિવારજનો પાસેથી સાંપડી છે.

જવાનના 4 મહિના પછી લગ્ન થવાના હતા

રાઘાભાઇ અમરાભાઇ પરમારને સંતાનમાં બે દિકરાઓ છે. જેમાં મોટો દિકરો હરીશભાઇ પરમાર જે આર્મીમાં ફરજ બજાવતા હતા જ્યારે બીજો દિકરો સુનિલ પરમાર અભ્યાસ કરી રહ્યો હોવાનુ સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ.વળી હરીશભાઇની સગાઇ એક વર્ષ પહેલા કરવામાં આવી હતી અને લગ્ન આગામી વર્ષે -૨૦૨૨ના ફ્રેબુ્રઆરી માસમાં યોજાવાના હોવાનુ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.