GUJARAT

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ઉત્પાદકોને મિલ્ક પાઉડરના નામે વિપુલ ચૌધરીએ કરોડ રૂપિયા નો ચૂનો ચોપડયો.

 1,395 Total Views

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ઉત્પાદકોને મિલ્ક પાઉડરના નામે વિપુલ ચૌધરીએ રૂપિયા ૪૫૬ કરોડનો ચૂનો ચોપડયો હતો ત્યાં હવે એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, રાજસ્થાનના ઠેકેદારોને સાચવવામાં વિપુલ ચૌધરીએ સુખ નિધિ (આરોગ્ય વીમાનો લાભ) આપી સુખી કર્યા ને મહેસાણાના દૂધ ઉત્પાદકોને ઠેંગો દેખાડયો છે.

વિપુલ ચૌધરીએ મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના નાણાંથી રાજસ્થાનના ઠેકેકારોને સીધો ફાયદો કરાવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૧૯માં મેડિ ક્લેઈમ પોલિસીની મુદ્ત પૂરી થવા જઈ રહી હતી ત્યારે રાજસ્થાનના ઠેકેદારો-દૂધ ઉત્પાદકોને વીમા યોજનાનો ફરી લાભ અપાવવામાં આવ્યો હતો.

જેમાં જે તે પ્લાન્ટ ઈન્ચાર્જ, સીએસ ઈન્ચાર્જ વગેરેને વીમા યોજનાનો લાભ અપાવવા ઓનલાઈન વ્યવસ્થા ગોઠવાઈ હતી, જોકે મહેસાણાના દૂધ ઉત્પાદકોને કોઈ લાભ આપવામાં આવ્યો ન હતો તેમ જાણકારો કહે છે.

મહેસાણા ડેરીનું દિલ્હીમાં રોજનું દૂધનું વેચાણ ઘટાડી ૯ લાખ લિટર કરાયું

વિપુલ ચૌધરી જૂથના દૂધસાગર ડેરી, મહેસાણાના ચેરમેન આશાબહેને ઓક્ટોબર ૨૦૧૯માં અમૂલ ફેડરેશન, આણંદના ચેરમેનને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, દૂધ સાગર ડેરીની દિલ્હીની નજીકની બે ડેરીઓ દૂધ માનસાગર ડેરી, માનેસર અને દૂધમોતી સાગર ડેરી, ધારુહેડાની ક્ષમતા રોજની ૨૫ લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની હોવા છતાં તેનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવતો નહતો અને ખાનગી ડેરીઓમાં દૈનિક ૧૦ લીટર કરતાં વધારે દૂધનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે, દૂધ મોતીસાગર ડેરીનો પ્રારંભ કરાયો ત્યારે દિલ્હીના બજારમાં મહેસાણા ડેરીનું ૧૪ લાખ લીટર દૈનિક દૂધનું વેચાણ હતું જે ઘટાડીને ૯ લાખ લીટર કરી દેવાયું છે.

Leave a Reply

Your email address will not be published.