926 Total Views
બિહારના મુંગેરમાં ઉશ્કેરાયેલી હિંસા ગુરુવારે ફરી જોર પકડી રહી છે. ગુસ્સે ભરાયેલી ભીડે બાસુદેવપુર પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી છે. એસપી ઓફિસ પર પણ હુમલો થયો છે. ભીડે મુઝસ્સિલ પોલીસ સ્ટેશનમાં 6 ગાડીઓ ફુંકી મારી છે.મુંગેરમાં સોમવારે મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. બુધવારે તેનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં પોલીસકર્મીઓ લોકોને ક્રુરતાથી મારતા જોવા મળી રહ્યાં હતા. આ ઘટના અંગે લોકોમાં પોલીસ વિરુદ્ધ ગુસ્સો છે.
સુરક્ષાદળોના જતાની સાથે હિંસા ઉશ્કેરાઈ
મુંગેરમાં બુધવારે મતદાન થયું હતું એટલા માટે કડક સુરક્ષા વ્યવસ્થા હતી, પણ ગુરુવારે સુરક્ષાદળોના જતાની સાથે જ લોકો એકઠા થવા લાગ્યાં. એસપી ઓફિસની પાસે લગભગ 25-30 હજાર લોકો ભેગા થઈ ગયા. પોલીસે બળ પ્રયોગ કરવાની તૈયારી કરી તો લોકોનો ગુસ્સો વધી ગયો અને તેમને એસપી ઓફિસ પર પથ્થરમારો કરી દીધો. એક વાહનના કાંચ પણ તોડી દીધા. સરાય માંડીમાં રસ્તા પર આગચંપી કરવામાં આવી. ત્યાં તોડફોડ કરવામાં આવી. એવા પણ સમાચાર મળી રહ્યાં છે કે ભીડે ત્યાં એક જજના બંગલા પર પણ પથ્થરમારો કર્યો છે.
બાળકના મોતના સમાચાર, ચૂંટણી પ્રભાવિત કરવાની પણ ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવા સમાચાર મળી રહ્યાં છે કે વિસર્જનની રાતે થયેલી હિંસામાં જે લોકો ઘાયલ થયા હતા, તેમાં એક બાળકનું મોત થઈ ગયું છે. જેની સૂચના મળ્યા પછી લોકોની ભીડ ઉમટી ગઈ. જો કે, તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી. ભીડમાં સામેલ લોકો પથ્થરમારો અને આગચંપી કરી. સૂત્રોનું એવું પણ કહેવું છે કે મુસ્લિમ-યાદવ સમીકરણ આ મામલામાં હાવી થઈ ગયા છે. મુંગેર કાંડ દ્વારા વિધાનસભાના બાકીના બન્ને તબક્કાની ચૂંટણીને પ્રભાવિત કરવાની પ્લાનિંગ છે. આ જ કારણે લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.
ગોલીકાંડની તપાસ કરાવવામાં આવી રહી છે
મુંગેરમાં હિંસા વિશે એડીજી પોલીસ હેડઓફિસ, જિતેન્દ્ર કુમારનું કહેવું છે કે ગોલીકાંડની તપાસ સીનિયર પોલીસ ઓફિસર્સ દ્વારા કરાવવામાં આવી રહી છે. એડીજીના જણાવ્યા પ્રમાણે મૂર્તિ વિસર્જન દરમિયાન સ્થિતિ બગડી હતી. ત્યારપછી પોલીસે કાર્યવાહી કરવી પડી, પણ સ્થિતિ કેમ બગડી, તેની તપાસ ચાલી રહી છે. ઝડપથી તપાસ પુરી થઈ જશે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
શું છે મામલો?
શહેરના દીનદયાળ ઉપાધ્યાય ચોક પર સોમવાર મોડી રાતે પ્રતિમા વિસર્જન દરમિયાન પોલીસદળ પર ભીડ તરફથી ફાયરિંગ અને પથ્થરમારાના સમાચાર મળ્યા હતા. પોલીસનું કહેવું હતું કે, ભીડ તરફથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં એક પોલીસકર્મીનું માથું ફાટી ગયું હતું અને 20 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. સાથે જ અનુરાગ પોદ્દાર નામના વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા.