895 Total Views
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાધુબાવાઓની કામલીલાઓ એક પછી એક વાયરલ થઈ રહી છે. ઈડરના પાવાપુરી તીર્થના બે જૈન સાધુઓની કામલીલા વાયરલ થયા બાદ વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા વાયરલ થઈ છે. વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઈવેટ ચેટિંગ વાયરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઈલથી એક મહિલા સાથે બીભત્સ ચેટિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. સાધુ અને મહિલાની પ્રાઈવેટ ચેટિંગના સ્કિનશોર્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડતાળ સ્વામિનારાયણ મંદિર પર એક મોટું દાઘ લાગ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુએ ભગવો પહેર્યો હોવા છતાં તેમને સંસારની મોહમાયા છૂટતી નથી તેવા એક કિસ્સામાં સંસારી મહિલા સાથે તેમની કામલીલાનો પ્રદાર્ફાશ થયો છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઈવેટ ચેટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ભક્તિ કિશોર સ્વામી મહિલા સાથે બીભત્સ ચેટિંગ કરતા રંગેહાથે ઝડપાયા છે, એટલું જ નહીં ચેટિંગમાં મોકલેલા ફોટામાં અન્ય એક સાધુ મહિલાના કપડામાં દેખાતા મોટો પ્રશ્નો સર્જાયા છે. મંદિરની અંદર શું ચાલી રહ્યું છે તે લોકમુખે અલગ અલગ અટકળો ચાલી રહી છે.