725 Total Views
વડોદરાઃ વેક્સિનના ગ્રાઉન્ડમાં થયેલા રેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૬૦ થી વધુ શકમંદોની પૂછપરછ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,વેક્સિન ગ્રાઉન્ડમાં બનેલા ગેંગરેપના બનાવની તપાસ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે.
શહેર પોલીસ કમિશનર પણ આ બનાવની તપાસ માટે ગઇ રાતે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા અને બનાવ ક્યાં બન્યો તેનું નિરીક્ષણ કર્યું હતું.તો બીજીતરફ પોલીસ દ્વારા ઉપરોકત વિસ્તારમાં ફરતા રિક્ષાચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેક્સિન ગ્રાઉન્ડની આસપાસના મોબાઇલ ટાવરમાં થયેલા કોલ્સની પણ વિગતો કંપની પાસે મેળવી છે.પોલીસે ૧૫ હજારથી વધુ ઇનકમિંગ એન્ડ આઉટ ગોઇંગ કોલ્સ ટ્રેસ કર્યા છે.