922 Total Views
ડાકોર માં કોરોના ના દર બે-ત્રણ દિવસે કેસ નોંધાતા રહે છે .
આજે પણ વડા બજાર વિસ્તાર માં આવેલ ત્રિકામજી મંદિર પાસે આવેલ મકાન માં રહેતા એક મહિલા ને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તાર માં દહેશત નો માહોલ છવાઇ ગયો છે.
વડા બજાર માં આવેલા ત્રિકમ જી ના દરવાજા ની લાઈન માં રોડ ઉપર ના એક મકાન મા રહેતા ઉર્મિલાબેન શાહ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ડાકોર સેનેતરી વિભાગ દ્વારા ઘર ની આસ પાસ નો વિસ્તાર આડબંધ મારી ને સીલ કરી દેવાયો છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાના ઘરોમાં આઇસોલેટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.