International

કોરોના વાયરસ સામે લડી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે સાંજે અચાનક તેમની હોસ્પિટલમાંથી બહાર આવ્યા,…

 994 Total Views

કોરોના વાયરસ સામે લડી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે સાંજે અચાનક તેમની હોસ્પિટલમાંથી બહાર આવ્યા અને ત્યાં પહેલેથી જ હાજર તેમના પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું. વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે ટ્રમ્પ સાંજે 5.30 વાગ્યે વૉલ્ટર રીડ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા અને કારમાં બેસીને તેમણે તેમના પ્રશંસકોની વચ્ચે ગયા હતા. થોડીકવારમાં તેઓ હોસ્પિટલની અંદર પાછા જતા રહ્યા.

આ મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે તેઓ પોતાના સમર્થકોને મળવા માટે અચાનક બહાર આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોવિડ-19 વિશે મેં ઘણું શીખ્યું છે. હું ખરેખર શાળામાં જઇ શીખ્યો. આ એક વાસ્તવિક શાળા છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે તે દેખાડવા માટે હોસ્પિટલની બહાર આવ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની વચ્ચે ટ્રમ્પના દાવથી વિપક્ષ સ્તબ્ધ થઇ ગયું છે.

ટ્રમ્પની આ મુલાકાતની ડૉકટર્સે ઘણી આકરી ટીકા કરી

બીજીબાજુ ટ્રમ્પની મુલાકાતની ડૉકટર્સ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મહામારીથી પીડિત ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને અલગ રાખતા નથી. જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના ડૉક્ટર જ્યોર્જ ફિલિપે કહ્યું, “રાષ્ટ્રપતિની એસયુવી બુલેટપ્રૂફ જ નથી પણ કેમિકલ એટેક માટે પણ સીલ છે. આ કારની અંદર કોવિડ-19 ના સંક્રમણનું જોખમ વધારે છે. તેમનું આ બેજવાબદારીભર્યું વલણ ચોંકાવનારું છે.

આપને જણાવી દઈએ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે તેમની સારવાર કરતા ડૉક્ટર્સે નિવેદન રજૂ કર્યું છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયત ઝડપથી સુધરી રહી છે. શુક્રવાર સવારથી તેમને તાવ આવ્યો નથી. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે તેઓ સોમવારે વ્હાઇટ હાઉસ પાછા આવી શકે છે. હાલમાં તેમની સારવાર યુએસ આર્મીની વૉલ્ટર રીડ મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

ડેક્સામેથાસોન અને રેમેડિસવીરની સારવાર કરવામાં આવી રહી છે

ડૉક્ટર્સે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેફસાની બીમારીથી પીડિત છે, તેમને ગુરુવાર અને શુક્રવારે બે વખત સપ્લીમેંટરી ઓક્સિજન આપવામાં આવ્યો હતો. તદાઉપરાંત ટ્રમ્પને ડેક્સામેથોસોનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ઓક્સિજનની અછતથી પીડાતા દર્દીઓની સારવારમાં ડેક્સામેથાસોન અસરકારક મનાય છે. ડૉ.બ્રાયન ગેરીબાલ્ડીએ જણાવ્યું હતું કે ટ્રમ્પને ઑક્સિજનના અભાવને કારણે ડેક્સામેથોસોન આપવામાં આવી હતી. તેમણે ગુરુવારે તેનો પહેલો ડોઝ લીધો અને અમારી યોજના હમણાં ચાલુ રાખવાની છે.

ટ્રમ્પની તબિયતમાં સુધારો આવી રહ્યો છે

વૉલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરના ડૉ.સીન પી. કૉનલે એ જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. શુક્રવારથી તેમને તાવ નથી. રેમેડિસવીર મેડિસિનનો પાંચ દિવસનો કોર્સ પૂરો કર્યા બાદ તેમના લીવર અને કિડની યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ સિવાય ટ્રમ્પને ઝિંક, વિટામિન ડી, ફેમોટિડાઇન, મેલાટોનિન અને એસ્પિરિન પણ ટ્રમ્પને આપવામાં આવી રહી છે.

ટ્રિપને આપેલી કોરોનાની એક્સપેરિમેંટલ દવા

ટ્રમ્પને કોરોના વાયરસની એક્સપેરિમેંટલ દવા REGN-COV2 (પોલીક્લોનલ એન્ટિબોડી) પણ આપવામાં આવી રહી છે. તેને અમેરિકન ફાર્માસ્યુટિકલ ઉત્પાદક રેજેનરૉન દ્વારા બનાવવામાં આવી છે. આ દવા કોરોના વાયરસ એન્ટીબોડીઝની ઘણી દવાઓ સાથે જોડીને બનાવવામાં આવી છે. તો બ્રિટનમાં પણ આ દવાનો ઉપયોગ રિકવરી ટ્રાયલ માટે કરાય છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે આ દવાને ખૂબ સકારાત્મક અને ખૂબ શક્તિશાળી ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published.