713 Total Views
અમેરિકાના જાણીતા પત્રકારની નવી ટેપથી ખુલાસો થયો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વ્યક્તિના છીંક્યા બાદ પોતાની ઑફિસ છોડીને નીકળી ગયા. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ટેપમાં ટ્રમ્પ ખુદ આ ઘટનાને સ્વીકારતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે કહ્યું કે, “હું કેટલાક દિવસ પહેલા જ વ્હાઇટ હાઉસમાં હતો. ઑવલ ઑફિસમાં 10 લોકો સાથે મીટિંગ થઈ રહી હતી. એક વ્યક્તિએ અચાનક છીંક ખાધી. રૂમમાં રહેલા તમામ લોકો ત્યાંથી ભાગી ગયા. હું પણ.”
સોમવાર રાતના એક શૉમાં ખુલાસો કર્યો
આ ઘટના 13 એપ્રિલના થઈ હતી. આ તારીખ મહત્વપૂર્ણ હતી, કેમકે આ દિવસે ટ્રમ્પ સાર્વજનિક રીતે લૉકડાઉન ખોલવાના પક્ષમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે તેમની પાસે રાજ્યોમાં લૉકડાઉન હટાવવા માટે દબાવ બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે. જાણીતા પત્રકાર બૉબ વૂડવાર્ડે સોમવાર રાતના એક શૉમાં આ ટેપમાં ખુલાસો કર્યો. તેમણે ટ્રમ્પ સાથે 18 ઇન્ટવરવ્યૂ આપ્યા હતા. ટેપમાં ટ્રમ્પ સૌથી પહેલા વૂડવાર્ડને જણાવે છે કે કોરોના વાયરસ કેટલો વધારે સંક્રામક છે.
ટ્રમ્પ લોકોની રક્ષા કરવામાં અસફળ રહ્યા
ટ્રમ્પ કહે છે કે, “અને બૉબ, આ એટલી સરળતાથી સંક્રમણ ફેલાવે છે કે તેમને ભરોસો નહીં થાય. પત્રકાર બૉબ વૂડવાર્ડે અમેરિકી રાષ્ટ્રપતિ પર આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ લોકોની રક્ષા કરવામાં અસફળ રહ્યા. તે લોકોને હકીકત ના જણાવી શક્યા. અમેરિકામાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 67,88,147થી વધારે થઈ ચુકી છે, અત્યાર સુધી 200,197 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.