1,029 Total Views
અમેરિકાની ઇક્વિટી કંપની KKRએ રિલાયન્સના રિટેલ બિઝનેસમાં રોકાણની જાહેરાત કરી છે. માહિતી અનુસાર, રિલાયન્સ રિટેલમાં KKR 5,550 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં KKRનું આ બીજું રોકાણ છે. અગાઉ KKRએ રિલાયન્સના જિઓ પ્લેટફોર્મમાં પણ હિસ્સો ખરીદ્યો હતો.
આ રોકાણ પછી KKRની રિલાયન્સ રિટેલમાં 1.28% હિસ્સો રહેશે. યુએસ ઇક્વિટી ફર્મ KKRએ જિઓ પ્લેટફોર્મ્સમાં આશરે 11,367 કરોડનું રોકાણ કર્યુ છે.
સિલ્વર લેકમાં કર્યું રોકાણ
તમને જણાવી દઈએ કે સિલ્વર લેક પાર્ટનર્સ (SLP) એ રિલાયન્સ રિટેલમાં દાંવ લગાવ્યો છે. 7500 કરોડની કિંમતની વિશ્વની સૌથી મોટી ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક રોકાણ કરશે. બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળશે. રિલાયન્સના જિઓ પ્લેટફોર્મમાં સિલ્વર લેક એકમાત્ર 1.35 અબજ ડોલર, જે લગભગ 10 હજાર કરોડનો હિસ્સો ખરીદ્યો છે. સિલ્વર લેકે રિલાયન્સ ગ્રુપની બે કંપનીમાં રોકાણ કર્યું છે.
ફેસબુક અને એમેઝોન પણ આ રેસમાં
સોશિયલ સાઇટ્સ ફેસબુક અને ઇ-કોમર્સ કંપની એમેઝોન પણ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યુ છે. ફેસબુકના જિઓ પ્લેટફોર્મ પર લગભગ 45 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે 10 ટકા હિસ્સો છે. જોકે, એમેઝોન પ્રથમ વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરશે.