International

USની ખુફિયા એજન્સીઓએ પણ માન્યું, ભારતીય સૈનિકો સાથેનાં ઘર્ષણમાં ચીનનાં 35 સૈનિકો મર્યા

 616 Total Views

લદ્દાખની ગાલવાન ખીણમાં ચીન અને ભારતનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં ભારતનાં 20 સૈનિકો શહીદ થયા છે. જો કે ચીને તેને થયેલા નુકસાનની સત્તાવાર જાહેરાત નથી કરી. ભારતીય એજન્સીઓનાં જણાવ્યા પ્રમાણે ચીનનાં 43 સૈનિકોનાં મોત થયા છે, જ્યારે અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે ચીનનાં 35થી વધારે સૈનિકો મર્યા છે.

ચીનનાં ઓછામાં ઓછા 35 સૈનિકો માર્યા ગયા
US Newsમાં છપાયેલા સમાચાર પ્રમાણે અમેરિકા આ સમગ્ર સ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. ભલે ચીને પોતાના નુકસાનની કોઈ સત્તાવાર જાહેરાત ના કરી હોય, પરંતુ અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ માન્યું છે કે ચીનને ભારતથી વધારે નુકસાન થયું છે. ખુફિયા એજન્સીઓનાં પ્રમાણે આ મારામારીમાં ચીનનાં ઓછામાં ઓછા 35 સૈનિકો માર્યા ગયા છે. આમાં ચીની સેનાનો એક સીનિયર ઑફિસર પણ સામેલ છે.

ગલવાન ખીણમાં સામ-સામે આવ્યા હતા બંને દેશનાં સૈનિકો

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સોમવાર મોડી સાંજે બંને દેશોની સેનાઓની ટુકડીઓ ગલવાન ખીણમાં સામ-સામે આવી ગઈ હતી. આ હિંસા બાદ બંને સેનાઓની બેઠક થઈ, જેમાં શાંતિ જાળવી રાખવા પર સહમતિ બની છે. આ બેઠક બાદ બંને દેશની સેનાઓ પાછળ હટી ગઈ છે. અમેરિકી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બંને દેશનાં સૈનિકો હથિયારો વગર મારામારી પર ઉતર્યા.

ચાકૂ અને લોખંડનાં ડંડાથી હુમલો

આ દરમિયાન તેમણે એક-બીજા પર ચાકૂ અને લોખંડનાં કાંટાળા ડંડાઓ વડે હુમલો કર્યો. અમેરિકી ખુફિયા એજન્સીઓનાં જણાવ્યા પ્રમાણે જિનપિંગ સરકાર આ નુકસાનને એટલે નથી જણાવતી કારણ કે તે ચીનની જનતા સામે શરમજનક સ્થિતિમાં મુકાવવા નથી ઇચ્છતી.

Leave a Reply

Your email address will not be published.