894 Total Views
ડાકોર મંદિર ની ટેમ્પલ કમિટીમાં મેનેજરનો ખાલી પડેલી જગ્યા સંદર્ભે 2017માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, 8 મી મે, 2017ના રોજ ઇન્ચાર્જ મેનેજર શૈલેષ સેવકની સહીથી તેમજ દિવસે રૂપેશ પ્રફુલચંદ્ર શાસ્ત્રીને મેનેજર તરીકે નિમણૂંક આપવા સર્ક્યુલર કર્યો હતો. આ સરક્યુલર માં રૂ.1 ના માસિક માનદ વેતન નક્કી કરવામાં આવ્યું હતું. જેને તેઓ સમયના ટ્રસ્ટી અજયભાઈ તામ્બવેકર, ઉમેશભાઈ સેવક સંમતિ આપી હતી. જોકે, અન્ય
બે ટ્રસ્ટી ભરતભાઈ જોષી અને બિરેન ભાઈ પરીખે 10 મી ના રોજ સંમતિ દર્શાવી હતી. પરંતુ આ બન્ને ટ્રસ્ટી નો અભિપ્રાય આવતા પહેલા જ 9 મી મેના રોજ રૂપેશકુમાર શાસ્ત્રીને મેનેજર તરીકે રૂ.1ના માનદ વેતનથી ચેરમેન અજયભાઈ પાસેથી નિયુક્ત મેળવી હતી. આ 9મી મે,17થી 29મી માર્ચ,18 સુધી રૂપેશ શાસ્ત્રીએ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર-1 તરીકે ફરજ બજાવી હતું. દરમિયાનમાં ડાકોર ટેમ્પલ કમીટીની 15મી એપ્રિલ, 18ના રોજ બેઠક મળી હતી. જેમાં ચેરમેન ઉમેશભાઈ સેવક, ટ્રસ્ટી ભરતભાઈ
જોષી,બીરેનભાઈ પરીખ હાજર હતાં અને રૂપેશ શાસ્ત્રીનો પગાર અને થયેલા ખર્ચ અંગે ઓડિટ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેના સ્પેશ્યલ ઓડિટ દરમિયાન રૂ.5,07,970ની રકમની ઉચાપત બહાર આવી હતી. આ અંગે રાકેશકુમાર પ્રાણલાલ દવેની ફરિયાદ આધારે ડાકોર પોલીસે રૂપેશ શાસ્ત્રી (રહે.અમદાવાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસના અંતે ડાકોર પોલીસે આ કેસમાં પૂર્વ ચેરમેન ઉમેશ સેવક અને ટ્રસ્ટી અજયભાઈ તામ્બવેકરની અટકાયત કરી હતી.