805 Total Views
ઉમરેઠમાં અચાનક કોવિડ -19ના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, માર્ચ મહિનામાં લોકડાઉન દરમ્યાન અત્રેના વહોરવાડ અને ત્યારબાદ કસ્બા વિસ્તારમાં કોરોના દર્દીઓ જોવા મળ્યા હતા. પરંતુ અનલોક બાદ અચાનક ઉમરેઠના મધ્ય વિસ્તારમાં કોરોનાએ દેખા દેતા તેમજ કાછીયાપોળ તેમજ સટાકપોળ ના રહીશોનું મૃત્યુ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે ,તો આરોગ્ય વિભાગ દ્વારા મળેલ જાણકારી મુજબ ઉમરેઠ તાલુકામાં કુલ 33 કેસ કોરોના પોઝેટીવ આવ્યા છે જેમાં 23 કેસ ઉમરેઠ શહેરમાં છે ,અત્યાર સુધી આરોગ્ય વિભાગે 1033 તેમજ રેપિડ કીટ દ્વારા 83 શંકાસ્પદ દર્દીઓને તપાસવામાં આવ્યા છે ઉપરાંત છ ટિમો બનાવવામાં આવી છે જેઓનું કામ સર્વે કરવાનું છે,જ્યારે એક ટિમ દ્વારા સૅનેટાઇઝ કામગીરી તેમજ અન્ય ટિમ દ્વારા કોરોના અંગે જનજાગૃતિ કરવાનું કાર્ય થઇ રહ્યું છે ,તેમજ ધન્વંતરિ રથ ની સહાયથી કોનટેનમેન્ટ ઝોનમાં ઓ.પી.ડી ચલાવાઈ રહી છે.
ઉમરેઠની પાનેતર સોસાયટી ,રજનીનગર સોસાયટી ,પત્થરવાળી પોળ,લાખિયા પોળ ,બોરડી ફળીયા ,કાછીયાવાડ,કાછીયાપોળ,સટાકપોળ ,નાની દલાલ પોળ જેવા અનેક મહોલ્લામાં કોરોનએ એન્ટ્રી કરતા જિલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર સાબદું બન્યું છે,
જોકે ઉમરેઠ નગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે,જેમાં પહેલો નિર્ણય આગામી 31 જુલાઈ સુધી ફરીથી લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યો છે જેમાં સવારના 8થી 4 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવી રહયા છે તેમજ સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે
ઉમરેઠ તાલુકામાં કુલ 33 કેસ કોરોના પોઝેટીવ જેમાં 23 કેસ ઉમરેઠ શહેરમાં
આરોગ્ય વિભાગે 1033 તેમજ રેપિડ કીટ દ્વારા 83 શંકાસ્પદ દર્દીઓને તપાસ્યા
આરોગ્ય વિભાગે બનાવેલ છ ટિમો દ્વારા સર્વે ની કામગીરી.