GUJARAT

દુનિયાને અલવિદા કહેનારા ટીવી પરદાના સુપરસ્ટાર સિધ્ધાર્થ શુકલા પાસે 11 કરોડની સંપત્તિ

 1,065 Total Views

ટીવી સ્ટાર સિધ્ધાર્થ શુક્લાનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ છે.

40 વર્ષે દુનિયાને અલવિદા કહેનાર સિધ્ધાર્થ ટીવી ઈન્ડસ્ટ્રીનો મોટો સ્ટાર હતો અને તેણે નાની ઉંમરે પોતાના દમ પર સારી એવી કમાણી પણ કહી હતી. એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે દિવંગત એકટર સિધ્ધાર્થની કુલ સંપત્તિ 11 કરોડ રૂપિયા જેટલી છે અને એવુ કહેવાય છે કે, ટીવી સ્ટાર માટે આટલી સંપત્તિ હોવી એ મોટી વાત છે.

સિધ્ધાર્થની મોટાભાગની કમાણી ટીવી શો અને એડવર્ટાઈઝમેન્ટથી થતી હતી. સિધ્ધાર્થ જે કમાતો હતો તેમાંથી સામાજીક કામ માટે પણ સારી એવી રકમ ડોનેટ કરતો હતો.

મુંબઈમાં સિધ્ધાર્થ જે ઘરમાં પરિવાર સાથે રહેતો હતો તે તેણે હાલમાં જ ખરીદયુ છે. તેને ગાડીઓનો શોખ હતો. તેની પાસે એક બીએમડબલ્યુ કાર અને હાર્લી ડેવિડસન મોટરસાયકલ પણ છે.

વ્યક્તિગ રીતે સિધ્ધાર્થ સિમ્પલ લાઈફ જીવવામાં માનતો હતો. તાજેતરમાં તેણે બ્રોકન બટ બ્યુટીફુલ વેબ સિરિઝથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.