GUJARAT

વિજય રૂપાણી ગાંધીનગર માં કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અપાશે.

 1,947 Total Views

ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. રાજ્યના CM રૂપાણી એ માધવસિંહ સોલંકીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ સીએમ રૂપાણીએ 12 વાગ્યે ગાંધીનગર માં તાબડતોડ કેબિનેટની બેઠક બોલાવી છે. આ કેબિનેટની બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અપાશે. આ સિવાય CM રૂપાણીએ તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યા છે. ખાસ મહત્વપૂર્ણ મહિસાગરના કાર્યક્રમ રદ કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

Leave a Reply

Your email address will not be published.