GUJARAT

જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત…

 701 Total Views

જયપુર-અમદાવાદ (Ahmedabad-Jaipur National Highway) નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયો છે જેમાં એક મહિલા અને એક યુવકનું મોત નિપજ્યું છે સાથે જ બસમાં સવાર 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતમાં ગઇ કાલે સાંજે બન્યો હતો. જેમા ગેસ પાઈપલાઈન પાથરતા સમયે કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની મસમોટી ભૂલના કારણે બે લોકોના મોત નિપજ્યા હતા. ગઇ કાલે સાંજે સાંડેરાવ ગામ પાસે કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી 100 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો પાઈપ ઉઠાવીને ખાડામાં નાંખી રહી હતી. તે જ સમયે ત્યાંથી પસાર થતી ખાનગી બસમાં આ પાઇસ ઘુસી ગયો હતો અને બસની આરપાર નીકળી ગયો હતો. ચાલુ બસમાં 100 ફૂટનો પાઇપ ઘૂસતા બસમાં સવાર મહિલાનું ગળું કપાયું હતું તો યુવકનું માથું ફાટી ગયું હતું જેના કારણે બસમાં જ બન્નેનાં મોત નિપજ્યા હતા, ત્યાં જ 11 લોકોને ઇજા પહોંચી હતી.

આ મામલે કંપનીના અધિકારીઓએ ચાલુ ટ્રાફિકમાં કામ કરી સુરક્ષાની કાળજી પણ રાખી ન હતી. જેના કારણે આ બનાવ બન્યો હતો. ત્યાં જ ખાનગી બસનો ડ્રાઇવર પણ રસ્તામાં કામ ચાલુ હોવા છતા બસની ગતિ ધીમી કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published.