GUJARAT

ટોક્યો ઓલમ્પિક્સઃ લવલીનાએ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો, સેમીફાઈનલમાં વર્લ્ડ નંબર-1 બોક્સર સામે હારી

 573 Total Views

– મેચમાં લવલીનાને પહેલા અને બીજા જજે 26-26 જ્યારે બાકીના ત્રણેય જજે 25-25 પોઈન્ટ આપ્યા જ્યારે બુસેનાજ સુરમેનેલીને પાંચેય જજે 30-30 પોઈન્ટ આપ્યા

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

સ્ટાર ભારતીય બોક્સર લવલીના બોરગોહેને યાદગાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બુધવારે 69 કિગ્રા વેલ્ટરવેટ કેટેગરીની સેમીફાઈનલમાં લવલીનાને તુર્કીની વર્લ્ડ નંબર-1 મુક્કેબાજ બુસેનાજ સુરમેનેલીએ 5-0થી હરાવી હતી. આ સાથે જ લવલીના બોરગોહેન ઓલમ્પિક મુક્કેબાજી ઈવેન્ટમાં પદક જીતનારી ત્રીજી ભારતીય બોક્સર બની ગઈ છે.

આના પહેલા વિજેંદર સિંહ અને એમસીસી મૈરીકૉમ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે. સૌથી પહેલા વિજેંદર સિંહે બેઈજિંગ ઓલમ્પિક (2008)ની મિડલવેટ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો હતો. 2012ના લંડન ઓલમ્પિકમાં એમસીસી મૈરિકૉમે ફ્લાઈવેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

લવલીનાએ પહેલા રાઉન્ડમાં આક્રમક થઈને રમવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તુર્કીની મુક્કાબાજનું પલડું ભારે રહ્યું હતું. આ દરમિયાન લવલીનાએ કેટલાક સોલિડ લેફ્ટ અને રાઈટ અપર કટ માર્યા હતા. જ્યારે સુરમેનેલીએ પણ કેટલાક સોલિડ પંચ માર્યા હતા. પહેલા રાઉન્ડમાં પાંચેય જજે વિપક્ષી મુક્કાબાજને બેહતર માની હતી.

બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ તુર્કીની મુક્કાબાજનું પલડું ભારે રહ્યું હતું. આક્રમક થઈને રમવાનો પ્રયત્ન કરવામાં લવલીનાએ બીજા રાઉન્ડમાં ચેતવણી તરીકે એક પોઈન્ટ પણ ગુમાવવો પડેલો. બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ પાંચેય જજે બુસેનાજ સુરમેનેલીને બેહતર મુક્કાબાજ ગણાવી હતી.

મેચમાં લવલીનાને પહેલા અને બીજા જજે 26-26 જ્યારે બાકીના ત્રણેય જજે 25-25 પોઈન્ટ આપ્યા. જ્યારે બુસેનાજ સુરમેનેલીને પાંચેય જજે 30-30 પોઈન્ટ આપ્યા.

Leave a Reply

Your email address will not be published.