GUJARAT

ટોક્યો ઓલમ્પિકઃ ડાયમંડ કિંગની જાહેરાત- મહિલા ટીમ હોકીમાં ગોલ્ડ જીતશે તો કાર કે ઘર આપીશ

 750 Total Views

– ઓસ્ટ્રેલિયાને હરાવીને આપણે પહેલી વખત સેમીફાઈનલમાં પહોંચ્યા છીએ

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ મહિલા હોકી ટીમ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, જો મહિલા ટીમ ફાઈનલમાં જીતશે તો તેમને તેમની કંપની તરફથી ભેટમાં કાર કે ઘર આપવામાં આવશે.

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, મને આ જાહેરાત કરતી વખતે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે, જો તેઓ ફાઈનલ મેચ જીતી જશે તો હરિ કૃષ્ણા ગ્રુપ જેને નાણાકીય સહાયની ખૂબ જરૂર છે તે મહિલા હોકી પ્લેયર્સને 11 લાખ રૂપિયાનું ઘર કે પછી એક નવી કાર આપશે. આપણી દીકરીઓ ટોક્યો ઓલમ્પિકમાં દરેક પગલે ઈતિહાસ રચી રહી છે.

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, હરિ કૃષ્ણા ગ્રુપે એવો નિર્ણય પણ લીધો છે કે, જો ટીમ મેડલ લઈને આવશે તો જેમના પાસે ઘર છે તેમને 5 લાખની કાર ભેટમાં આપવામાં આવશે. આપણી દીકરીઓ ટોક્યોમાં દરેક પગલે ઈતિહાસ રચી રહી છે. ઓસ્ટ્રેલિયાને હરાવીને આપણે પહેલી વખત સેમીફાઈનલમાં પહોંચ્યા છીએ.

મહિલા હોકી ટીમ આજે 4 ઑગષ્ટના રોજ ફાઈનલમાં સ્થાન મેળવવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. ટીમે પહેલેથી જ ઈતિહાસ રચી દીધો છે અને હવે તેનું લક્ષ્ય ટોક્યો ઓલમ્પિકમાં સેમીફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને પોતાની ઉપલબ્ધિઓને શિખર પર પહોંચાડવાનું છે.

ઉલ્લેખનીય છે કે, સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને હંમેશા દિવાળી નિમિત્તે મોંઘી ભેટ આપે છે. તેઓ પોતાની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. લોકોને મોંઘી ભેટ આપવાના પગલે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published.