GUJARAT

આજે કેન્દ્રીય સહકાર- ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ

 568 Total Views

અમિત શાહ 57મા વર્ષમાં પ્રવેશ કરશે

– અંબાજી મંદિરમાં ધ્વજા ચડાવી ભાજપના નેતાઓ અમિત શાહના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરશે

અમદાવાદ : કેન્દ્રીય સહકાર અને ગૃહપ્રધાન અમિત શાહનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. અમિત શાહના જન્મદિનને પગલે ભાજપે વિવિધ કાર્યક્રમ આયોજીત કર્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ૫૭માં જન્મદિવસના પગલે અમદાવાદ શહેર ભાજપના નેતા અને ૪૦૦થી વધુ કાર્યકરો અંબાજી જશે જયાં મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે અને અમિત શાહના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ ઉપરાંત અંબાજી મંદિરમાં મોડી સાંજે ચાચરચોકમાં મહાઆરતીનું ય આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની પગલે ભાજપે સાપુતારા, અંબાજી સહિત વિવિધ સ્થળોએ પ્રશિક્ષણ વર્ગ આયોજીત કર્યા છે જેના કારણે ગુજરાત ભાજપે કેન્દ્રીય મંત્રી અમિત શાહના જન્મદિનની ઉજવણીને લઇને કોઇ કાર્યક્રમનું આયોજન કર્યુ નથી.

અમિત શાહના જન્મદિન પ્રસંગે સાણંદમાં મણિપુરમાં સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.છેલ્લા બે દિવસથી અમિત શાહ ગુજરાતની મુલાકાતે જ હતાં. ગઇકાલે તેઆએે સહપરિવાર સાથે વતન માણસામાં બહુચર માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. દર વર્ષે તેઓ નવરાત્રીમાં ય હાજરી આપે છે. આજે અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હતાં.

ભાજપના પ્રદેશના નેતાઓએ અમિત શાહને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે સાથે સમર્થકોએ પણ સોશિયલ મિડિયામાં જ્ન્મદિવસની શુભકામના પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published.