779 Total Views
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો બહિષ્કાર કરનાર બીટીપીના બન્ને ધારાસભ્યોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બન્ને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને સુરક્ષા વધારવા માટે માંગ કરાઈ છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સુરક્ષા વધારવા માટે એક પત્ર લખ્યો છે. બન્ને ધારાસભ્યોએ સ્થાનિક વિપક્ષ પાર્ટીના નેતાઓ વિરોધ કરતાં હોવાથી તેમના પર હુમલોની આશંકાએ સુરક્ષાની માંગ કરી છે.
BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સુરક્ષા વધારવા માટે લખેલા પત્રમાં રાજ્યસભાની ચુંટણીનો બહિષ્કાર કરી મત ના આપ્યો જેને લઇને વિપક્ષ પાર્ટીઓનો વિરોધ વધતા સુરક્ષા વધારવા માટે જણાવાયું છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા બંનેએ રાષ્ટ્રપતિ, અને રાજ્યપાલને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી છે.