International

સવારે ૧૧ વાગ્યાથી ગૂગલ ની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલ સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે

 678 Total Views

સવારે ૧૧ વાગ્યાથી ભારત સહિતના ૧૧ દેશોમાં જીમેઈલ ની સર્વિસ ખોરવાઈ હોવાની ફરિયાદો થઈ ગૂગલ પણ સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલ અને ડ્રાઇવરની સેવાઓ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું ગૂગલ ની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલ સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે. સવારે 10 વાગ્યા પછી ભારત સહિતના કેટલાક દેશોમાં જીમેઈલ

સેવાઓ યથાવત્ કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી. બાદમાં ગૂગલ પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલ સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. અલબત્ત, સત્તાવાર કારણ હજુ આપવામાં આવ્યું નથી. ગૂગલ ડ્રાઈવ માં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદો થયા બાદ ગૂગલ ડ્રાઇવ સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 150 કરોડ અને ભારતમાં 36.5 યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે અને તેના ખોરવાવાથી વિશ્વભરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.