1,132 Total Views
શાહનવાજ શેખ પોતાની આ પહેલથી મલાડથી માલવમીમાં એક હીરો બની ગોય છે. તે પોતાના યૂનિટી એન્ડ ડિગ્નિટી ફાઉન્ડેસન દ્વારા આ અભિયાન ચલાવી રહ્યા છે.
મુંબઈઃ દેશમાં વધતા કોરોના વાયરસના કેસને કારણે અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. એવામાં મુંબઈની એક વ્યક્તિએ ફ્રી ઓક્સિજન સપ્લાઈ સ્કીમ અને લોકો માટે જીવતદાન સાબિત થઈ રહી છે. મુંબઈના શાહનવાજ શેખે વિતેલા વર્ષે પોતાની એસયૂવી કાર વેચીનો ઓસિજન સપ્લાઈ સ્કીમ શરૂ કરી હતી, જે હજુ પણ કોરોના વાયરસ મહામારીમાં લોકોને જીવ બચાવવા માટે યથાવત છે.
શાહનવાજ શેખ પોતાની આ પહેલથી મલાડથી માલવમીમાં એક હીરો બની ગોય છે. તે પોતાના યૂનિટી એન્ડ ડિગ્નિટી ફાઉન્ડેસન દ્વારા આ અભિયાન ચલાવી રહ્યા છે. વિતેલા વર્ષે ફોર્ડ એન્ડેવરને વેચીને જરૂરિયાત લોકો માટો ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ તે ચર્ચામાં આવ્યો.
રોજ આવી રહ્યા છે 500થી 600 કોલ
શાહનવાજ અનુસાર “વિતેલા વર્ષે જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે અમે 5000થી 6000 લોકોને ઓક્સિજન ઉપલબ્ધ કરાવ્યું હતું. આ વર્ષે શહેરમાં ઓક્સિજનની અછત છે. જ્યાં પેહલા અમને 50 કોલ આવતા હતા ત્યારે હવે 500થી 600 કોલ આવી રહ્યા છે.”