GUJARAT

સલમાન ખાનના બધા જ ખતરનાક સ્ટન્ટ કરે છે આ શખ્સ, ફેન્સ પણ જોઇને નથી ઓળખી શકતા તેને, જુઓ તસવીરો

 680 Total Views

મુંબઇઃ સુપરસ્ટાર સલમાન ખાનનુ ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. લોકો તેની એક્ટિંગ અને સ્ટાઇલના દિવાના છે. હવે તેના બૉડી ડબલ પરવેઝ કાઝીએ કેટલીક તસવીરો પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

પરવેઝ કાઝીની આ તસવીરો જોઇને તમે પણ જરૂર ચોંકી જશો, કેમકે તેનો લૂક, સ્ટાઇલ બિલકુલ સલમાન ખાનના જેવો જ છે, આ તસવીરો તાજેતરમાં જ પરવેઝ કાઝીએ શેર કરી છે.

પરવેઝ કાઝીની આ તસવીરો જોઇને ફેન્સ તેના વિશે વાત કરવાથી ખુદને નથી રોકી શકતા. તેની તસવીરોએ ફેન્સને પોતાના દિવાના બનાવી દીધા છે, કેમકે તેનામાં ફેન્સને સલમાન ખાન દેખાય છે.

સલમાન ખાન અને પરવેઝ કેટલીય તસવીરોમાં તો એક જેવા જ કપડાં પહેરીને પણ દેખાય છે. બન્નેના ફેસ કટ અને કપડાંનો પહેરવેશ લગભગ એક જેવો જ છે.

પરવેઝની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ જોવાથી ખબર પડે છે કે તે ખુદ સલમાન ખાનનો બહુજ મોટો ફેન છે, કેમકે તે દબંગ ખાનની ડ્રેસિંગ સેન્સ કૉપી કરવાની કોશિશ પણ કરે છે.

તે દબંગ 3, રેસ 3, ટાઇગર જિન્દા હૈ અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોમાં એક્શન સીન દરમિયાન તેને સલમાન ખાનના બૉડી ડબલ તરીકે કામ કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.