Tech

Google નું આ ફીચર્સ તમને જણાવશે કે કોણ ફોન કરી રહ્યું છે. કોલરનો લોગો પણ દેખાશે…

 521 Total Views

સર્ચ એન્જીન કંપની ગૂગલ હાલમાં એક શાનદાર ફીચર્સ લઇને આવ્યુ છે જેનું નામ છે Verified Calls આ ફીચર્સને Google Phone એપનો ભાગ બનાવવામાં આવ્યો છે. ગૂગલનું આ ફીચર્સ તમને જણાવશે કે કોણ ફોન કરી રહ્યું છે. કોલરનો લોગો પણ દેખાશે, આ ફીચરનું મુખ્ય કારણ ફ્રોડ્સ પર લગામ કસવાનું છે,આ ફીચર TrueCaller એપને આપશે સીધી ટક્કર.

ભારત સહિત દુનિયાભરમાં ફ્રોડ કોલ્સનો મોટો પ્રોબ્લેમ છે અને Verified Calls ફીચર રોલઆઉટ કરતાની સાથે જ યૂઝર્સ આનાથી જાણી શકશે કે કોણ કોલ કરી રહ્યુ છે. આ ફીચર ભારત, સ્પેન, બ્રાઝીલ, મેક્સિકો અને યૂએસ સહિત દુનિયાભરમાં રોલઆઉટ કરી શકાય છે.

TrueCaller એપની જરૂર રહેશે નહી
TrueCaller જે કાર્ય કરે છે તે જ કામ આ નવુ ફીચર આપશે આથી એપ્લિકેશનને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં અને ગૂગલ Verified Callsનું કામ કરશે. આથી TrueCaller એપની જરૂર રહેશે નહી. ગૂગલે બ્લોગમાં એક પોસ્ટ કરી લખ્યું છે કે પાયલોટ પ્રોગ્રામના પ્રારંભિક પરિણામો ખૂબ સારા આવ્યા છે અને યૂઝર્સને તેનો લાભ ચોક્કસપણે મળશે.

Google Phoneમાં નવું ફંક્શન
ગૂગલની પિક્સલ સીરીઝના ડિવાઇસીઝ ઉપરાંત, ઘણાં એન્ડ્રોઇડ ફોનમાં બાય ડિફોલ્ટ Google Phone એપના ડાયલરનું કાર્ય કરે છે. આ બધા ફોનમાં નવી સુવિધા આગામી અપડેટ્સ સાથે ઉપલબ્ધ હશે. જો તમારા ફોનમાં ગૂગલ ફોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી નથી, તો તે ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ઇન્સ્ટોલ થઈ શકે છે.

ગૂગલનું નવું ફીચર્સ યુઝર્સને એમ પણ કહેશે કે તેઓ કયા કારણોસર વ્યવસાયિક કોલ્સ કરી રહ્યાં છે, જે સુવિધા હજી સુધી TrueCaller એપ્લિકેશનમાં નથી.

Leave a Reply

Your email address will not be published.