International

દુનિયામાં કોરોનાની સામે હર્ડ ઈમ્યૂનિટી જનરેટ થાય તેવી શક્યતાઓ નહીંવત્ છે.

 1,338 Total Views

વિશ્વના ઘણા મોટા દેશોમાં રસીકરણની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ભારતમાં પણ આ સપ્તાહના અંતમાં રસીકરણ શરૂ થવાનું છે ત્યારે WHOએ નવી ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું કે, ૨૦૨૧માં દુનિયામાં કોરોનાની સામે હર્ડ ઈમ્યૂનિટી જનરેટ થાય તેવી શક્યતાઓ નહીંવત્ છે. વેક્સિનના ઉત્પાદનમાં સમય લાગી રહ્યો છે બીજી તરફ રસીકરણ અને રસી લેવાના તબક્કામાં પણ મોટું અંતર હોવાથી રસીની અસરકારકતા અંગે અત્યારથી તારણ બાંધી શકાય નહીં.

ચીનમાં કેસ વધતાં લોકડાઉન આકરું બનાવાયું

વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ ચીનમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને પગલે ચીન ફરી સતર્ક થયું છે. બેઈજિંગની આસપાસના પ્રાન્તમાં કોરોનાના કેસ આવતાં લોકડાઉન આકરું કરવામાં આવ્યું છે. રાજકીય કાર્યક્રમો અને મેળાવડાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાના આયોજનો હાલ પૂરતા સ્થગિત કરાયા છે.

જર્મનીમાં પણ પ્રતિબંધો વધારવાની તૈયારીઓ

જર્મનીમાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને પગલે એન્જેલા મર્કેલે વિશેષ બેઠક બોલાવી છે. જાણકારોના મતે લોકડાઉન અને પ્રતિબંધોની સ્થિતિમાં વધારો કરવાની શક્યતાઓ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published.